________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સા
શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય તે ૮. સ`ઘ, ગચ્છ એક આચાર્યની નિશ્રાવાળા સાધુ સમુદાય, તેવા એકજાતીય ઘણા ગચ્છોના સમૂહ તે ‘ ચાન્દ્રકુળ ’ વગેરે ૯. કુળ. અને કૌટિક’ વગેરે ઘણાં કુળાના સમુદાય તે ૧૦. ગણુ, એ દરેકની યથાચિત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિથી સાપેક્ષ સેવા કરવી તે દર્શાવધ વૈયાવચ્ચ,
'
૨૬૦
હવે બ્રહ્મચર્યંની નવ ગુપ્તિએ આ પ્રમાણે છે— वस हिकहनि सिज्जिन्दिय – कुडुंतरपुव्वकीलिए पणिए । अइमायाहारविभूसणाई, नव भरगुतीओ ॥ ११ ॥
.
ભાવાથ-બ્રહ્મચારીએ 'સ્ત્રી, પશુ અને પ’ડકવાળી વસતિમાં નહિ રહેવું તે ૧. વસતિ, કેવલ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મકથા પણ નહિ કહેવી અને સ્રીઓની વાતા પુરુષને ન સંભળાવવી ઇત્યાદિ તે ૨. કથા. સ્ત્રીની સાથે એક આસને, તેમ જ તેણે વાપરેલા આસને પુરુષે એક મુહૂર્ત સુધી અને પુરુષના વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું, કારણ કે, તેમ કરવાથી વિકાર થવાના સભવ છે, માટે પરસ્પરનું આસન તજવુ' તે ૩. આસન. ચિત્તમાં વિકાર કરનાર હાવાથી સ્ત્રીએ પુરુષનાં અને પુરુષ સ્ત્રીનાં નેત્ર, મુખ, સ્તન વગેરે તે તે અગાને સ્થિર ષ્ટિએ જોવાની બુદ્ધિએ નહિ. જોવાં તે ૪. ઇન્દ્રિય, જ્યાં ભીંત વગેરેના આંતરે પણ સ્ત્રી-પુરુષના કામક્રીડાના શબ્દો સભળાય તેવા સ્થાને નહિ રહેવું તે પ. કુડચાન્તર.