________________
ચરણસિત્તરીમાં ૧૦ વૈયાવચ્ચે
૨૫૯ એ ચરણસિરીમાં દશવિધ યતિધર્મ કહ્યો. હવે સત્તર પ્રકારને સંયમ, તેનું વર્ણન આ ગ્રન્થમાં જુદું કરેલું છે, તે પ્રમાણે સમજ. હવે વૈયાવચ કહીએ છીએ.
હૈયાવચ્ચ-વ્યાપારપણું, તે તે આચાર્યાદિને અનુકૂળ હિતકારક પ્રવૃત્તિ. તેના દશ ભેદે આ પ્રમાણે કહેલા છે—
आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसु । समणुन्नसंघकुलगण-वेयावच्चं हवइ दसहा ॥१०॥
ભાવાર્થ-પ્રવ્રાજકાચાર્ય, દિગાચાર્ય ઉદ્દેશાચાર્ય, સમુદેશાનુજ્ઞાચાર્ય અને આમ્નાયાથે વાચકાચાર્ય-એમ પાંચ પ્રકારના આચાર્યની તેઓની ઈચ્છાનુસાર સંયમસાધક સ્વપરહિતકારક સેવા કરવી તે ૧. આચાર્યની વૈયાવચ્ચ. એમ સર્વત્ર વૈયાવચ્ચન, સંયમસાધક સ્વ-પરહિતકારી સેવા અર્થ સમજ. આચાર્યની અનુજ્ઞાથી જ્ઞાનાદિ આચાર વિષયક અધ્યયન સાધુઓ જેની પાસે કરે તે ૨. ઉપાધ્યાય. અષ્ટમભક્ત વગેરે વિકૃષ્ટ તપ કરે તે ૩. તપસ્વી. ગ્રહણદિ શિક્ષાને યોગ્ય નવદીક્ષિત સાધુ તે ૪. સિક્ષ જવર વગેરે બિમારીવાળા સાધુ તે ૫. ગ્લાન. સ્થિર કરે તે ૬. સ્થવિર; તેના શ્રત, પર્યાય અને વય ભેદે ત્રણ ભેદ છે. સમવાયાંગ સુધીનો અભ્યાસી તે શ્રુતસ્થવિર. વીશ કે તેથી વધારે વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર. અને સિત્તેર કે તેથી વધારે ઉમ્મરવાળા તે વયસ્થવિર સમજવા. એક (સમાન) સામાચારીવાળા તે ૭. સમજ્ઞ. સાધુ-સાધ્વી,