________________
૨૫૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે તે. ૨. માર્દવ-મોટાઈને ત્યાગ અથવા નિરભિમાનતા અર્થાત્ લઘુપણું–નમ્રતા. ૩. આજવ-મન, વચન અને કાયાની અકુટિલ (અવક) પ્રવૃત્તિ, સરળતા, મન, વચન, કાયાના વિકારનો અભાવ અથવા માયા રહિતપણું. ૪. મુક્તિ-બાહ્ય-અત્યંતર પૌદ્દગલિક ભાવેની તૃષ્ણાને વિચ્છેદ અર્થાત્ લેભને સર્વ પ્રકારે ત્યાગ. ૫. તપ-જેનાથી રસ-રુધિરાદિ ધાતુઓ તપે તે બાહા અને કર્મો તપે તે અત્યંતર-એમ બે પ્રકારને તપ, જેના અનશન, ઉણોદરિક આદિ બાર અવાક્તર પ્રકારે છે તે. ૬. સંયમ-કર્મોને આવવાના આશ્રમે રે તે સંયમ; એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે ત્યાં જેવું. ૭. સત્ય-મૃષાભાષણને ત્યાગ એ પણ અહીં આપેલા ભાષાના પ્રકારો દ્વારા અને બીજા વ્રતના લક્ષણ દ્વારા સમજવું. ૮. શૌચ-સંયમમાં નિરૂપલેપતા અર્થાત્ અતિચારે નહિ લાગવા દેવારૂપ સંયમની પવિત્રતા. ૯. આકિંચી-બાહ્ય-અત્યંતર સમ્પત્તિ કે ઉપકરણ પ્રત્યે પણ મારાપણાને અભાવઉપલક્ષણથી શરીરના મમત્વને પણ અભાવ અને ૧૦. બ્રહ્મચર્યનવવિધ વાડના પાલનપૂર્વક વિષયેન્દ્રિયનો સંયમ કરે તે.
કેઈ આચાર્યો સત્ય અને શૌચને સ્થાને “લાઘવ અને ત્યાગ કહે છે. તેઓના મતે દ્રવ્યથી ઉપધિ અલ્પ રાખવી અને ભાવથી ગૌરવને ત્યાગ કરે તે “લાઘવ. અને સર્વ સંગને ત્યાગ કરે છે અથવા સાધુઓને વસ્ત્રાદિ સંયમે પકારક પદાર્થોનું દાન કરવું તે “ત્યાગ” જાણ.