________________
૨૬૧
ચરણસિત્તરીમાં ૯ બ્રહ્મગુપ્તિ પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામકીડાનું સ્મરણ નહિ કરવું તે ૬. પૂવક્રીડિત. અતિસ્નિગ્ધ, વિકારક, સ્વાદુ આહારને ત્યાગ કરે તે ૭. પ્રણીતાહાર, રુક્ષ પણ અધિક આહારનો ત્યાગ કરવો તે ૮. અતિમાઝાહાર, અને સ્નાન, વિલેપન, નખ, કેશ વગેરેનું સમારણ ઈત્યાદિ શાભા નહિ કરવી તે ૯. વિભૂષા. એ દરેકનો ત્યાગ કરવારૂપ બ્રહ્મચર્ય માટેની નવ વાડો કહી છે. જેમ ખેતરમાંના પાકનું રક્ષણ કાંટાની વાડ વિના થઈ શકે નહિ, તેમ વેદોદયવાળા જીના બ્રહ્મચર્યરૂપ ચારિત્રના મૂળભૂત ગુણનું રક્ષણ આ વાડેના પાલન વિના શકય નથી. વધારે શુ? વેદનો સત્તામાંથી પણ જેઓને નિર્મૂળ ક્ષય થયો હોય છે, તે તીર્થકર નિર્વેદી છતાં અન્ય જીવોના ઉપકારની ખાતર (વ્યવહારશુદ્ધિ માટે) એ વાડેનું પાલન કરે છે. કેવળજ્ઞાની સાધુ પણ સાધ્વીઓ સાથે રહેતા નથી. આવા જ્ઞાનીઓ પણ આ વ્યવહાર સાચવે છે, તો છદ્મસ્થ અને નિર્બળ મનવાળા જીવો માટે તો પૂછવું જ શું? શ્રી જિનેશ્વરોએ પ્રાણીઓના આત્મગુણોની રક્ષા અને વૃદ્ધિ માટે બતાવેલા દરેક વ્યવહારો આત્માને પૂર્ણ ઉપકારી છે. તેની ઉપેક્ષા કરનારો પિતાના આત્માનું પણ હિત સાધી શકે નહિ, તો અન્ય
જીવનું હિત તે શી રીતે સાધે ? વસ્તુતઃ સ્વરક્ષાથી પરરક્ષા અને સ્વહિતથી પરહિત સાધી શકાય છે, એ અપેક્ષાને ભૂલવા જેવી નથી.
જ્ઞાનાદિ ત્રય-જેનાથી 3ય ભાવોને જાણી શકાય તે