________________
૨૪૫
ગોચરીના દેષ , ઉચિત છે, અન્યથા શય્યાતરપિંડ તજવાને શાસ્ત્રોક્ત હેતુ સફળ થય નહિ.) તેમાં પણ ઉત્સથી તે મકાનના જેટલા માલિક હોય તે બધાને પિંડ તજ, એમ કરતાં નિર્વાહ ન થાય તે તે પૈકી કઈ એકને તો પિંડ અવશ્ય તજ. શય્યાતરને આ બાર પ્રકારને પિંડ વયે કહ્યો છે: ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. પાદચ્છન, ૬. વસ્ત્ર, ૭. પાત્ર, ૮. કામળ, ૯. શુચિ (સેય), ૧૦. છરી (અસ્ત્રો), ૧૧. કાનની સળી અને ૧૨. નખરદની (નરણી). એ સિવાયનાં ૧. સંથારા માટે ઘાસ, ૨. શુચીકરણ માટેનાં ડગલ, ૩. ભસ્મ, ૪. કંડી, પ. શય્યા, ૬. સંથારે, ૭. પાટ-પાટલા, ૮. લેપાદિ ઔષધ અને હું તેના ઘરને કઈ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થાય તે તે ઉપધિ સહિત પણ લે કલ્પ.
અહીં એ વિશેષ છે કે, એક મકાનમાં સૂતા હેય અને, કઈ કારણે, સવારે પ્રતિક્રમણ બીજા મકાનમાં કરવું પડે તે બને મકાનના માલિકે શય્યાતર ગણવા, પણ એક મકાનમાં સમગ્ર રાત્રિ રહેવા છતાં ઊંઘે નહિ, જાગે અને સવારે પ્રતિક્રમણ કારણવશાત્ બીજાના મકાનમાં કરે, તે
જ્યાં પ્રતિકમણ કરે તેને માલિક શય્યાતર ગણાય, રાત્રે જાગ્યા તે મકાન માલિક નહિ. કદાચ મકાન સોંપીને તેને માલિક દેશાર જાય તોપણ શય્યાતર તે તે જ ગણાય, બીજે નહિ.
વળી કઈ માત્ર વેશધારી સાધુ શય્યાતરને પિંડ