________________
ર૪૪
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ નહિ, ૨. સ્વયં ખરીદવું નહિ અને ૩. સ્વયં પકાવવું નહિ. એ ત્રણ નહિ કરાવવાના અને ત્રણ નહિ અનુમે દવાના મળી નવ ભાંગે શુદ્ધ આહાર સાધુને લેવે કપે.
એને લેવામાં સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પાત્ર, પરાવર્તિત, પતિત, ગુરુક, ત્રિધા અને ભાવ-એ અગિયાર દ્વારોથી વિવેક બતાવ્યું છે, તે ઘનિર્યુક્તિ આદિમાંથી જાણવે. અહીં વિસ્તાર થઈ જવાના ભયે તેનું વર્ણન જણાવ્યું નથી.
વળી ગ્રહણષણામાં આહાર અને પાણી બનેના પ્રત્યેક જુદા જુદા અસંખ, સંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપા, અવગૃહિતા, પ્રચહીતા અને ઉઝિતધર્મા–એમ સાત સાત ભેદે પણ અન્ય ગ્રંથથી જાણી લેવા.
- શતરપિંડને નિષેધ ઉપર્યુક્ત શુદ્ધ પિંડ પણ શય્યાતરને ન લે, કારણ કે જેના મકાનમાં રહે ત્યાંથી આહારાદિ પણ લે તે દાતાને અસદ્ભાવ થવાથી ઊતરવાનું મકાન પણ ન આપે. અને જે શય્યાતર ભક્ત શ્રદ્ધાળુ હેય તે એક જ મકાનમાં નજીક રહેવાથી સાધુની જરૂરિયાતોને જાણી જતાં, દોષિત બનાવીને કે લાવીને પણ આપે, એમ અનેક દેને સંભવ રહે.
શય્યા એટલે વસતિ-ઉપાશ્રય, તેને માલિક કે માલિકે મકાન જેને ભળાવ્યું હોય તે શય્યાતર કહેવાય. (જેની અનુમતિથી મકાનમાં રહી શકાય તે વસ્તુતઃ શય્યાતર ગણવે