________________
ગોચરીના દોષે
૨૨૩
૧. આધાકમ–સાધુનું નિમિત્ત ચિત્તમાં ધારીને કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું અથવા અચિત્તને પકાવવું તેને “આધાકમ” કહેલું છે અર્થાત્ સાધુને નિમિત્તે અગ્નિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે. - ૨. ઓશિક-કઈ પણ યાચક વગેરેને ઉદ્દેશીને તૈયાર કરેલું. તેના ૧. આધદેશિક અને ૨. વિભાગશિક એમ બે ભેદે છે. તેમાં સ્વ-પરનો વિભાગ કપ્યા વિના પિતાને માટે તૈયાર કરાતા આહારાદિમાં ભિક્ષા આપવાની બુદ્ધિએ કંઈક ભાગ વધારે નાખીને તૈયાર કરેલું તે “ દેશિક” કહ્યું છે. આવું પ્રાયઃ દુષ્કાળાદિમાંથી પસાર થયેલા કોઈ ધનવાનને એમ કલ્પના થાય કે, “મુશ્કેલીઓ
વ્યા છીએ તે કંઈક પુણ્યદાન કરીએ” ત્યારે સ્વ-પર વિભાગ કર્યા વિના, દાનની બુદ્ધિપૂર્વક આહારાદિતૈયાર કરવાથી થાય. આ રીતે તૈયાર થયેલામાંથી, પોતાની કલ્પના પ્રમાણે, દાનમાં અપાઈ જાય, તે પછી જે વધે તે શુદ્ધ સમજવું. વિભાગીદેશિક તેને કહેવાય છે કે વિવાહાદિ પ્રસંગે વધી પડેલા આહારાદિમાંથી માલિક અમુક હિસે દાન દેવા માટે જુદો કરે, એને દોષિત એ કારણે કહ્યું છે કે, પિતાની સત્તામાંથી દાન દેવા માટે તે જુદું કાઢેલું હોય છે. તેના ત્રણ ભેદ છેઃ ૧. ઉદિષ્ટ, ૨. કૃત અને ૩. કમ. તેમાં પોતાને ઉદ્દેશીને જમણવાર વગેરે પ્રસંગે કરેલામાંથી વધેલા આહારમાંથી અમુક ભાગ ભિક્ષુકોને આપવા માટે જુદે કાઢો તે ઉદિટીદેશિક-૧. એ રીતે વધેલા ભાત વગેરેને ભિક્ષા તરીકે