________________
૨૨૪
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે આપવા માટે દહીં વગેરેથી મિશ્ર કરે તે કૃતશિક-૨. અને વિવાહ વગેરેમાં વધેલા લાડુઓના ભૂકા વગેરેને ચાસણી વગેરેથી સંસ્કાર કરીને પુનઃ લાડુઓ બનાવવા તે કમૌશિક-૩. ઉદ્દિષ્ટમાં માત્ર વિભાગ કરવાનું, કૃતમાં સચિત્ત આરંભ વિના સંસ્કારવાનું અને કર્મમાં અગ્નિ, આદિને ઉપયોગ કરવાપૂર્વક આરંભથી સંસ્કારવાનું હોવાથી ઉત્તરોત્તર તે ત્રણે વધારે દેશવાળા જાણવા. તે દરેકના પણ ઉદ્દેશ, સમુદેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદો પડે છે. જે સમસ્ત યાચકને આપવાની કલ્પનાવાળું તેઉદ્દેશ ચરક, પાખંડીઓને આપવાની કલ્પનાવાળું તે સમુદેશ; નિન્ય (જૈન), શાક્ય, તાપસ, રિક, બૌદ્ધ, મતાવલંબી સાધુઓને આપવાની કલ્પનાવાળું તે આદેશ અને નિર્ગસ્થ સાધુઓને આપવાની કલ્પનાવાળું તે સમાદેશ -એમ ઉષ્ટિ, કૃત અને કર્મને ચાર ચાર ભેદ જાણવા.
આધાકર્મ એટલે પ્રથમથી જ સાધુઓ માટે તૈયાર કરેલું અને શિક એટલે પહેલાં પોતાને માટે તૈયાર કરેલું હોય, તેમાં જ પુનઃ સાધુ માટે સંસ્કાર કરેલું, એમ બેમાં ભિન્નતા સમજવી.
૩. પૂતિકર્મ–આધાકર્મને લેશ માત્ર પણ જેમાં લાગ્યો હોય તે શુદ્ધ છતાં પૂતિકર્મ જાણવું. તેથી વહેરતાં આધાકર્મથી ખરડાયેલાં કડછી, ચમચો કે ભાજન વગેરેને ઉપયોગ ન કરે.
૪. મિશ્રજાત-પ્રથમથી જ પોતાના અને સાધુના