________________
૧૬
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
અપ્રીતિ થતાં જીવને મિથ્યાત્વમેાહનીયાદિ કર્માંના બંધ થાય છે. તેનાથી એનાં જન્મ-મરણા થાય છે અને ઉપાય હાવા છતાં એમાં નિમિત્ત બનવાથી સાધુને પણુ કર્મબંધ કહ્યો છે. વિના કારણે કાઈને પણ કર્મ બંધમાં નિમિત્તભૂત નહિ બનવાની શાસ્ત્રાજ્ઞા છે. )
મહુવા૬૦-ભમરાની જેમ આજીવિકા મેળવનારા, છતાં ભમરાના જેવા અજ્ઞાન નહિં, કિન્તુ તત્ત્વાતત્ત્વને જાણનારા -વિવેકી, ઉપરાંત ભમરાની જેમ રસમાં લુબ્ધ નહિ, પણ અમુક ઘરની કે ઘરાની નિશ્રા વિનાના અર્થાત્ આશાના દાસ–દીન નહિ, કિન્તુ આહારાદિ મળે કે ન મળે તેાપણ સમભાવમાં રહેનારા અને એક જ સ્થળના કે એક જ જાતના પિંડમાં રક્ત નહિ, કિન્તુ ઘર ઘરથી અલ્પ અપ જે કઈ નિર્દોષ મળે તેવુ લેવાની વૃત્તિવાળા અને એવુ ભાગવવા છતાં મન અને ઇન્દ્રિઓના વિજય કરનારા, અથવા ઈય્યસમિતિ આદિમાં ઉપયાગવાળા, ઇત્યાદિ ભમરા કરતાં અનેકવિધ વિશિષ્ટતાવાળા સાધુ હોય તે સાધુ કહેવાય છે, એમ હું આ જમ્મૂ ! પ્રભુ શ્રીમહાવીરે કહેલુ હું તને કહું છું. (૫)
હવે સયમી આત્માનું ચિત્ત સ’યમથી ચલાયમાન થાય તે તેને બ્રહ્મચર્ય પાલનના અતિદેશથી ઉપદેશ આપે છે કે—
‘દું નુ॰' ઇત્યાદિ—જે ‘ કામને ' એટલે અપ્રશસ્ત ઈચ્છાઓને, અથવા તેના વિષયભૂત શબ્દાદિ વિષયાને અને તેના કારણભૂત વેદના ઉદયને રાકશે નહિ, તે સ્થાને સ્થાને વિષાદ (ચિ'તા) કરતા સ’કલ્પને વશ થયેલા ચારિત્રધને કેવી રીતે પાળશે ? (૬) .