________________
૨૧૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે કર્યું ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું પરચકખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિએ, પાલિ, સહિઅં, તીરિઅ, કિષ્ટિએ, આરાહિઅં, જંચન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ” એમ કહેવું.
તિવિહાર ઉપવાસ હોય તે “સૂરે ઉગ્ગએ (ઉપવાસ) પરફખાણ કર્યું તિવિહાર, પિરિસિ, સાઢપરિસિ,સૂરે ઉગ્ગએ પુરિમઠ, અવઢ, મુઠિસહિયં પચ્ચખાણ કર્યું પાણહાર પચ્ચખાણ ફાસિએ, પાલિ વગેરે ઉપર પ્રમાણે કહેવું.
એમાં નમુક્કાર સહિયં વગેરે જે કાળ-પચ્ચક્ખાણ તથા આંબિલ, નીવિ વગેરે જે જે પરફખાણ કર્યું હોય, તે તે શબ્દ બોલવા. ,
એમ પરફખાણ પાર્યા પછી ઉપર “ધર્મો મંગલમુઠિ ” વગેરે સત્તર ગાથાઓ ગણવી અને ભોજન કર્યા પછી કાજે વોસિરાવીને જગચિંતામણિનું ચિત્યવન્દન જય વીયરાય સુધી કરવું.