________________
ઈન્દ્રિયો તેમાં ડૂબી ગઈ હોય એવી અવસ્થા સાધ્ય બને છે, જે આદર્શ છે; પ્રત્યેક સાધકે ત્યાં પહોંચવાનું છે. અને તેમાં આ ગ્રંથમાં આવેલાં સૂત્ર, અર્થ, રહસ્ય મદદગાર બની શકે તેમ છે.
વળી જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વિર્યાચાર અને તપઆચાર–આ પાંચ આચારમાં અને પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રત અને છકું રાત્રિભે જનવિરમણ વ્રત-એના પાલનમાં જે કાંઈ અતિચાર સેવાયા હેય, તેનું વિશદ સ્વરૂપ આ સૂત્રોમાં મળે છે. આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે, સાચા નાળિચવા ન સમાયરિયRT અર્થાત, અતિચારે સેવાઈ ન જાય અને તેનાથી બચી શકાય તે માટે અતિચારે જાણવા જરૂરી છે. અતિચાર સુધી પહોંચેલાને શુદ્ધ થવાની તક છે.
અતિક્રમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર આમાં એક પ્રકારને કેમ છે. જેમ કે કઈ કે રાત્રે ચેવિહારનાં પ્રચખાણ કર્યા છે, અને એને મોડી રાતે તૃષા લાગી. હવે તેને પાણી પીવાની ઈચ્છા થઈ તે અતિકમ; પછી પાણી ક્યાં મળશે તે વિચારી તે સ્થાન તરફ જવાનો પ્રયત્ન તે વ્યતિક્રમ; તે સ્થળે જઈ પ્યાલામાં પાણી કાઢવું તે અતિચાર; અને એ પાણીનો પ્યાલો મેઢે માંડ તે અનાચાર. .
આ રીતે આ ચાર અવસ્થા સમજી શકાય છે. આમાં અતિચાર સુધી પહોંચ્યા હોઈએ તો પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્તાદિ લઈ-કરીને શુદ્ધ થવાય છે, પણ અનાચારની કટિમાં