________________
જ વસ્ત્ર બને છે, તેમ અહીં આત્મસાધનામાં આ બન્ને જોઈએ. જ્ઞાનમાં સૂક્ષ્મતા અને ઊંડાણ હોય પણ કિયામાં રુચિ-શ્રદ્ધા મંદ હોય છે તેથી ઈષ્ટપ્રાપ્તિની દિશામાં ગતિ ન થઈ શકે. એ જ રીતે કિયામાં રુચિ અને સતત પ્રવૃત્તિ હેય, પણ એ જ્ઞાનથી આલેક્તિ ન હોય તે તે પણ ન . ચાલે. તાણે ઊજળો હોય અને વાણે મેલે હોય તે વસ્ત્ર શેભે નહીં બને ઊજળાં જોઈએ—એવી સાદી સમજની આ વાત છે.
શ્રમણજીવન સૂક્ષ્મમાં સૂક્ષમ અહિંસાના નિત્ય-નિરંતર પાલનથી ભરેલું છે. કેઈ પણ સત્ત્વ-ભૂત-પ્રાણ કે જીવને મનથી પણ દુઃખ, પીડા, ભય કે ત્રાસ અથવા પરિતાપ ન આપવાં એ એની સાધનાને રાજમાર્ગ છે. એટલે પછી વાણી અને કાયાથી કઈ પણ જીવને થોડીક પણ કિલામણું -વેદન પહોંચાડવાની તે વાત જ ક્યાં રહી? તેથી જીવન માટે ચાલવા-બેસવા, સુવા-ઊઠવાની જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, તે બધી જયણાપૂર્વક-જાગૃતિ સાથે-કરવાનું ફરમાવવામાં આવ્યું છે.
આ જાગૃતિ અને જયણને શ્રમણજીવનમાં એકસાથે ખીલવવાની હોય છે. શ્રમણજીવનની દશવિધ ચકવાલ સામાચારીપૂર્વકની દિનચર્યા અપ્રમત્ત સાધક જ આચરી શકે તેવી સઘન અને સૂક્ષમ હોય છે. તેમાં પ્રતિક્રમણ, પ્રતિલેખન, ગવેષણ વગેરે કિયાકાળે જે જે સૂત્રો બેલવાનાં હેય છે, તે બધાં સૂત્રોના અર્થ, રહસ્ય અને તાત્પર્ય બહુ ગંભીર