________________
ઉપકારક ગ્રંથ જૈન ધર્મ અને દર્શન માક્ષલક્ષી સાધનાને વરેલો માર્ગ છે. મેક્ષ-મુક્તિની ઈરછાથી એ પંથ શરૂ થાય છે અને મેક્ષની પ્રાપ્તિથી એ પંથને મુકામ આવે છે. મેક્ષ એટલે મુક્તિ-આત્મા સાથે અનાદિ કાળથી ઓતપ્રેત બની ગયેલા કર્મ પુદગલોથી સર્વથા મુક્તિ. તેથી જૈન શાસનમાં ધર્મ સાધનાનાં જે કાંઈ હળવા કે કઠણ અથવા નાને યા મેટા ઉપાયે દર્શાવ્યા છે, તેને એકમાત્ર હેતુ મોક્ષ કે મુક્તિના માર્ગ તરફ ધીમું કે ઝડપી પ્રયાણુ, એ જ સ્વીકારવામાં આવ્યું છે.
આત્માને સર્વ દુઃખ કે સર્વ કર્મથી મુક્ત કરવા સમત્વ જરૂરી છે અને સમત્વ-સમભાવ માટે અહિંસા જરૂરી છે. અહિંસા માટે તપ અને સંયમ જરૂરી છે. આમ તપ-સંયમ દ્વારા અહિંસાનું પાલન થાય છે. અહિંસાથી–પૂર્ણ અહિંસક ભાવથી-મૈત્રીભાવ, મિત્રીભાવથી સમભાવ અને શુદ્ધ કેટીના સમભાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જૈન તત્વજ્ઞાને દર્શાવેલી મેક્ષલક્ષી અંતરંગ ઉચ, ઉચતર, ઉચ્ચતમ ભૂમિકાને સ્પર્શતી સાધનાની આ પ્રક્રિયાને-કમે કમે વિકાસ તરફ દેરી જતી પ્રક્રિયાને વિના સંકોચે વૈજ્ઞાનિક કહી શકાય એવી છે. '. • આ સમગ્ર સાધનાને પાયે છે જ્ઞાન અને કિયા; અને અવિનાભાવિ છે, અન્ય સંકળાયેલાં છે. જેમાં એક વસ્ત્રમાં તાણા અને વાણુ બે હેય છે અને બન્ને મળીને