________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૫૮
દુકકડરૂપ પ્રતિક્રમણ કરીએ છીએ. “
નિમઃ'-આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ. ‘જäમઃ”—ગુરુની સમક્ષ નિદા કરીએ છીએ. “ચંતિવર્તમઃ”—વિશેષતયા તેડીએ છીએ અર્થાત્ એની પરંપરાને વિચ્છેદ કરીએ છીએ. શિધામઃ'-તે પ્રમાદને દૂર કરી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ. અને “સરળતાડવુત્તિકામઃ–પુનઃ નહિ કરવાનો નિશ્ચય કરીએ છીએ. અને “યથા'-અપરાધને અનુસારે યથોચિત ‘તલામ – નિવિ” વગેરે તપને અથવા તપ એ જ પાપકર્મોનો છેદ કરનાર હોવાથી પ્રાયશ્ચિત્ત'પ્રાયશ્ચિત્તને. “પ્રતિઘામદે—અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ. “તચ મિથ્યા મે સુત’-તેનું (અર્થાત્ છતાં બલ, વિર્ય, પરાક્રમે પણ જે વચન, પઠન આદિ ન કર્યું હોય તે અપરાધનું) “મિચ્છા મિ દુક્કડ'” દઈએ છીએ. એ પ્રમાણે આવશ્યક કૃતનું કીર્તન કર્યું.
હવે આવશ્યક સિવાયના અંગબાહ્ય શ્રતનું કીર્તન કરવા માટે કહે છે. તે પણ બે પ્રકારનું છેઃ એક કાલિક અને બીજુ ઉત્કાલિક. તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પોરિસમાં જ (દિવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહારમાં જ)-અસ્વાધ્યાય ન હોય ત્યારે જ–ભણી શકાય, એવું કાળથી બદ્ધ તે કાલિક; અને જે ચાર સંધ્યારૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈ પણ સમયે ભણી શકાય તે ઉકાલિક. પાંચ પ્રકારને અસ્વાધ્યાય કહ્યો તેમાં ૧. સંયમ