________________
શ્રી પાક્ષિસૂત્ર
૧૭ દશ સમાધિસ્થાને આ પ્રમાણે કહ્યાં છે – इत्थिकहाऽऽसणइंदिअ-निरिक्खसंसत्तवसहिवजणया । अइमायाहारपणीअ-पुव्वरयसरणपरिहारो ॥ १ ॥ न य साए य सिलोगे, मज्जिज्ज न सदरूवगंधे य । इय दस समाहिठाणा, सपरेसि समाहिकारणओ ॥२॥
વ્યાખ્યા–પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોને ત્યાગ કરે, અથવા પુરુષે એકલી સ્ત્રીની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ પુરુષનું આસન સ્ત્રીઓ અને સ્ત્રીનું આસન પુરુષે વર્જવું તે બીજી. સ્ત્રીનાં રોગજનક અંગો-ઇન્દ્રિય પુરુષે કે પુરુષનાં અંગે આદિ સ્ત્રીએ રાગપૂર્વક નહિ જોવાં તે ત્રીજુ. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી યુક્ત અથવા ત્રસ આદિ જીવોથી સંસક્ત વસતિ (ઉપાશ્રય)ને સાધુએ આશ્રય નહિ કરવો તે ચેડ્યું. અતિ માત્ર પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું. સ્નિગ્ધ-માદક આહારને ત્યાગ કરે તે છઠ્ઠ. પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ભગવેલા ભેગેનું સ્મરણ નહિ કરવું તે સાતમું. શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ, સ્પર્શ આદિ વિષયના સુખમાં રાગમદ નહિ કરો તે આઠમું. એ પ્રમાણે પિતાની કીર્તાિ–પ્રશંસા આદિનો મદ નહિ કરો તે નવમું. અને શુભ રસ, શબ્દ, રૂપ, ગંધ વગેરે ઈન્દ્રિયેના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દશમું. એમ દશ પ્રકારે સ્વ-પરને સમાધિ થાય છે, માટે એ દશને સમાધિસ્થાનો કહ્યાં છે. તથા દશ