________________
૧૪૬
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ છતાં તેનું નામ “કુલવર્ધન” રાખ્યું હોય તે તે નામથી સત્ય જાણવું. કેઈને બાહ્ય રૂપને અનુસારે તેને તે કહે. જેમ કેઈ કપટી સાધુને બહારથી સાધુવેશને ધારણ કરેલો હવાથી સાધુ કહેવો અથવા કોઈ લાંચ-રુશ્વત લેનાર ન્યાયાધીશને ન્યાયાધીશ કહે તે ૫. રૂપ-સત્ય. બીજી બીજી વસ્તુને આશ્રશ્ચીને બેલાય તે ૬. પ્રતીત્ય-સત્ય; જેમ કે અનામિકા (પૂજનની આંગળી) ને નાની અને મોટી કહેવી તે પ્રતીય સત્ય, કારણ કે તે કનિષ્ઠાથી મટી છે અને મધ્યમાથી નાની પણ છે. ૭. વ્યવહાર સત્ય એટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે', વગેરે બોલવું તે; વસ્તુતઃ પર્વત નહિ પણ ઘાસ વગેરે બળે છે, ઘડે નહિ પણ પાણી ઝમે છે, તે પણ વ્યવહારથી તેવું બેલાય છે, માટે તે સત્ય છે. ૮. ભાવ-સત્ય-એટલે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને અનુસારે બોલવું તે, જેમ કે ભમરામાં પાંચ વર્ણ હોવા છતાં કાળાં વર્ણની વિશેષતા હોવાથી ભમરાને કાળો કહેવો, બગલામાં કુલ વર્ણની વિશેષતા હોવાથી તેને શુફલ કહે વગેરે. ૯. ગસત્ય-કઈ પદાર્થના બીજા પદાર્થ સાથેના વેગથીસંબંધથી તેને તે કહે છે, જેમ કે દંડના યોગથી સાધુને “દડી” કહે વગેરે. તથા ૧૦. ઉપમા-સત્યઉપમાને આરેપ કરે તે; જેમ કે મોટા સરેવરને સમુદ્ર, પુણ્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ કહેવો વગેરે. આ દશ પ્રકારનાં સત્ય જાણવાં. *