________________
૧૨
પણ જ્ઞાનના અનાદરથી અબ્ધ અનુકરણ જેવું અનુષ્ઠાન કરે છે તે હિતાવહ નથી. માટે દરેક અનુષ્ઠાન સમજપૂર્વકનું હોવું જોઈએ. હા, આવી સમજ હોવા છતાંય વિનય કરવારૂપે, ઉપકારીઓની આજ્ઞાને આધીન બની, તેઓનું કહ્યું કરવું એ ઉત્તમ સાધુનું કર્તવ્ય છે, પણ સમજ્યા વિના જ કર્યા કરવું તે યોગ્ય મનાતું નથી.
બીજી વાત એ છે કે, કિયા જેમ પ્રત્યક્ષ હોવાથી સ્વ-પર ઉપકાર કરે છે, તેમ જ તે અ ગ્ય હોય તો સ્વપર અપકાર પણ કરે છે. માટે જ ક્રિયાના વિધિને અખંડ સાચવવો જરૂરી છે. શ્રી વીતરાગકથિત આત્મહિતનાં અનુષ્ઠાનને મનસ્વીપણે જે જેમ ફાવે તેમ કરે, તેને જ્ઞાનીઓએ વિરાધક કહ્યો છે, કારણ કે તેનું અનુકરણ કરતાં પરમ્પરાએ કિયાનું મૂળ રૂપ બદલાઈ જાય અને એમ અનવસ્થા ઊભી થાય, મિથ્યાત્વ પણ વધે અને જિનાજ્ઞાનો ભંગ પણ થાય, ઇત્યાદિ શાસનનેમોક્ષમાર્ગને ઘણે ધક્કો લાગે.
એ પણ સમજવાનું છે કે, જ્ઞાનની જેમ કિયા એ કોઈ એક વ્યક્તિનું ધન નથી, કિન્તુ ભવ્ય જીવોને મોક્ષનગર જવા માટેની મહાપુરુષોએ બાંધેલી અને સાચવેલી સુન્દર સડક છે; સડેક ઉપર ચાલવાનો અધિકાર હોય પણ તેને તોડવાને કે મનસ્વી ઉપયોગ કરવાનો અધિકાર, કોઈને ન હોય, તેમ કિયા-અનુષ્ઠાન આચરવાનો આત્માર્થી જીવને અધિકાર છે, કિન્તુ તેનો વિરોધ કે મનસ્વી ઉપયોગ કરવાને કઈને અધિકાર નથી. પૂર્વના મહર્ષિઓએ એવા