________________
૧૧
જીવ એક યા બીજા રૂપમાં કરતા આવ્યું છે, કરે છે અને યથાર્થ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરશે પણ ખરો. એથી અહીં કિયાના કર્તવ્યપણાને અંગે બહુ જણાવવા કરતાં ક્રિયાની સમજણ, વિધિ અને શ્રદ્ધાને અંગે જણાવવું વિશેષ જરૂરી લાગવાથી આ પુસ્તકમાં તેને અંગે પ્રયત્ન કરવામાં આવે છે અને અહીં પણ કંઈક જણાવવું ઉચિત લેખાશે.
બહુધા અજ્ઞાની જીવને સ્વભાવ “ગાડરિયા પ્રવાહ” જે છે, એકનું દેખીને બીજે, બીજાનું દેખીને ત્રીજે-એમ દેખાદેખી પ્રવાહ ચાલતા હોય છે તેને રહસ્યને સમજવાની રુચિ કે પ્રયત્ન કરનારા જીવો ઓછા હોય છે. આથી તેઓ ક્રિયાનાં કષ્ટ ઉઠાવવા છતાં તેના સાચા ફળથી વંચિત રહે છે અને કેઈક વાર વિપરીત પરિણામ પણ લાવે છે. આ વિષયમાં બાળ જીવો પણ સમજે તેવાં દૃષ્ટાન્તથી ભવ્ય આત્માઓને કિયાનો આદર, વિધિનો આદર અને શ્રદ્ધાને પ્રગટાવવા પૂર્વ પુરુષોએ ઘણા પ્રયત્નો કર્યા છે, એથી અહીં એ સંબંધી કંઈ કહેવાની જરૂર નથી.
કાળમાં માતૃમુખી જીવન ભલે ઉપકારી હોય, પણ જીવનભર માતૃમુખ રહેનારે મૂર્ખ ગણાય છે; ગાડરના જીવનમાં અન્ધના અનુકરણ જેવી ગાડર-પદ્ધત્તિ ભલે ઉપકારક હોય, પણ માનવજીવનના છેડા સુધી એવું જિવાય તે જીવન નિષ્ફળપ્રાયઃ નીવડે, તેમ અહીં પણ જે જે વિષયને ન હોય કે મેળવી શકાય તેમ ન હોય, તે વિષયમાં અજ્ઞાની જીવ બીજા જ્ઞાનીનું અનુકરણ ભલે કરે,