________________
૧૦
ક્રિયા તો બાહ્ય પ્રવૃત્તિરૂપ હોવાથી પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેને જોઈને પણ ગ્ય જીવો અનમેદના-પ્રશંસા વગેરે કરીને લાભ મેળવી શકે છે. આ સિવાય પણ ક્રિયાની મહત્તા અનેક પ્રકારે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમજી શકાય તેમ છે, પણ અહીં આટલું જ જણાવવું બસ છે.
- ક્રિયાનું આવું (આટલું મહત્ત્વ હોવા છતાં એથી જ્ઞાનનું મહત્ત્વ અંશેય ઓછું માનવાનું નથી. “જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં જે કર્મો ખપાવી શકે છે, તેટલાં કર્મો અજ્ઞાની ઝેડ પૂર્વ વર્ષો સુધી આકરી ક્રિયા કરવા છતાં ખપાવી શકતો નથી” એમ જ્ઞાનીઓએ કહેલું છે તે તદ્દન સત્ય છે. છતાં એ સમજાવવું જરૂરી છે કે, ક્રિયાનાં કષ્ટોથી ગભરાઈ ઊઠેલા જેઓ ક્રિયાની વજૂદ સ્વીકારતા નથી, કેવળજ્ઞાનની જ વાતો કરી જૈન શાસનના સ્યાદ્વાદને તેડી અજ્ઞાન ભેળા વર્ગને કિયા પ્રત્યે અનાદર થાય તેવો એકાન્તિક-મિથ્યામાર્ગને આગ્રહ કરે છે, તેઓ સ્વ-પરને માટે અન્યાય કરી રહ્યા છે.
આ ગ્રન્થમાં શ્રમણકિયાનાં સૂત્રોને સંગ્રહ છે. અને તે કિયા સાધુ-સાધ્વીના અનુષ્ઠાનરૂપ છે. ઉપરની હકીકતથી વાચકે સમજશે કે, અનુષ્ઠાન આત્મિક વિકાસ માટે એક આવશ્યક કર્તવ્ય છે, માટે તેનાં સૂત્રો, અર્થ કે અનુષ્ઠાન સંબંધી વિશેષ માહિતી જેમાં છે, તે આ પુસ્તક પણ સામાન્ય છતાં વિશેષ ઉપકારક છે.
લૌકિક કે લોકોત્તર ક્રિયા-અનુષ્ઠાને તો સુખને અથી