________________
ખોટ પૂરી શકે નહિ. હા, ક્રિયાના સહકારથી જ્ઞાન આત્મસ્વરૂપને પ્રગટાવી શકે; પણ, એમ તે, જ્ઞાનના સહકારથી કિયા પણ જડનાં બંધનોને સમૂળ નાશ કરી જ શકે છે.
એમ વિચારતાં સમજાશે કે જ્ઞાન કરતાં કિયાનું સ્થાન જરાય ઊતરતું નથી, એ ઉપરાંત કિયા, જ્ઞાનની જેમ, ભાડે મળતી નથી. જ્ઞાન તે બીજાનું પણ કામ લાગે છે, કિયા એકની કરેલી બીજાને ઉપકાર કરતી નથી. વળી માતાની જેમ જ્ઞાનને પ્રગટ કરનાર, શુદ્ધ કરનાર, રક્ષણ કરનાર કે વૃદ્ધિ પમાડનાર કિયાને જ્ઞાનની માતા તુલ્ય પણ કહી શકાય. માટે જ સમિતિ-ગુપ્તિને પ્રવચને માતા કહી છે. સમર્થ તત્ત્વવેત્તા (ચૌદ પૂર્વ ધારે ) પણ ક્રિયાને અખંડ આરાધે છે. બીજી વાત એ પણ છે કે, જ્ઞાનથી દેવ, ગુરુ કે ધર્મ એ ઉપકારીઓની ઓળખાણ થાય છે, આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવાં અમૂલ્ય રત્નની પિછાણ થાય છે, પણ એ ઉપકારીઓની કે જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ તે ક્રિયા વિના થતી નથી. તે ઉપરાન્ત જ્ઞાન બીજા સામાન્ય જીવોને અદશ્ય-પક્ષ હોવાથી માત્ર તે આત્માને જે ઉપકાર કરે છે અને કિયા અન્યને પણ પ્રત્યક્ષ હેવાથી સ્વ-પર ઉપકારક છે. અહીં કોઈ કહે કે, જ્ઞાન પરને ઉપકાર કરે જ છે, તે સમજવું જોઈએ કે તે ઉપકાર ઉપદેશ દ્વારા કરે છે, સ્વતંત્ર રીતે નહિ, અને એ જ્ઞાનને ઉપદેશ પણ એક ક્રિયા છે, માટે ક્રિયા દ્વારા જ્ઞાન ભલે પરને ઉપકારક હોય, સ્વતંત્રતયા નહિ, જ્યારે