________________
૧૨૧
શ્રી પાક્ષિકસૂત્ર અને બીજા ગ્રહણ કરનારને સારો માનીશ નહિ. વગેરે પ્રથમ વત પ્રમાણે.
નિશ્ચયથી આ અદત્તાદાનને ત્યાગ હિતકારી છે, વગેરે પણ પૂર્વ પ્રમાણે. હે ભગવંત! આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું, સર્વથા અદત્તાદાનને ત્યાગને (વિરતિને) સ્વીકારું છું. (૩)
હવે ચોથા વ્રતના વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠના અર્થ કહે છે.
“કદાવર મ ઈત્યાદિ-હવે તે પછીના ચેથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ મિથુનથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત ! તે સર્વ મિથુનને હું પચ્ચક્ખું છું. (ત્યાગ કરું છું) દેવ-દેવીના વૈક્રિય શરીર સંબંધી, મનુષ્ય-સ્ત્રી-પુરુષના શરીર સંબંધી, અને તિર્યંચ છ ઘડા-ઘેડી આદિના શરીર સંબંધી, કઈ પણ મિથુન હું સ્વયં સેવું નહિ, બીજાને સેવરાવું નહિ કે બીજા સેવનારાઓને “હું સારા માનું નહિ, (એવું પચ્ચકખાણ મારે) જાવાજજીવ સુધી, વગેરે અર્થ પૂર્વ પ્રમાણે. તે મૈથુન ચાર પ્રકારનું છે. દ્રવ્યથી વગેરે, તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે. તેમાં ૧. દ્રવ્યથી મિથુન–૧ રૂપમાં ” એટલે નિજીવ પ્રતિમાઓ વગેરેમાં
અથવા જેને આભૂષણદિ શણગાર ન હોય તેવાં રૂપચિત્રોમાં (આસક્તિ કરવા રૂ૫), તથા “રૂપ સહગતમાં એટલે સજીવ સ્ત્રીપુરુષનાં શરીરમાં અથવા આભૂષણઅલં