________________
૧૨૦
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
નાનું કે માટુ', સજીવ કે નિર્જીવ, કંઇ પણ આપ્યા વિનાનુ સ્વયં લઈશ નહિ, ખીન્ત દ્વારા લેવરાવીશ નહિ, કે બીજો કોઈ સ્વયમેવ લે તેને હુ' સારું માનીશ નહિ, યાવજીવ સુધી વગેરે તે પછીનેા સઘળા અથ પહેલા આલાપકના અથ પ્રમાણે જાણવા.
તે અદત્તાદાન ( આપ્યા વિના લેવા)ના પણું ચાર પ્રકાર આ પ્રમાણે છે–૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. તેમાં દ્રવ્યથી અદત્તાદાન, જે લેવા ચેાગ્ય કે પાસે રાખવા યોગ્ય હોય તે પદાર્થ, આથી ચાલવામાં, સ્થિર થવામાં, કે જીવનવ્યવહારમાં ઉપયાગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ—એ ચાર દ્રવ્યા ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હાતાં નથી. માટે તેને અ’ગે અનુત્તાદાન નથી એમ સમજવુ. ક્ષેત્રથી-ગામમાં નગરમાં કે અરણ્યમાં ( અટવી, જ`ગલ, વન વગેરે વસતિ વિનાના ક્ષેત્રમાં) અર્થાત્ સજન, નિર્જન કાઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી, પહેલા વ્રતમાં જણાવ્યા પ્રમાણે તે પછીના અથ એ પણ તે વ્રતમાં કહ્યા પ્રમાણે જાણવા.
એ અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું અથવા ખીજાએ ગ્રહણ કર્યુ” તેને સારુ` માન્યુ વગેરે આકીના અર્થ પણ પૂર્વ પ્રમાણે,
જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ અનુત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, ખીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ