________________
જેમાંથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજા થઈ શકે.
દેવદ્રવ્યથી કે ૫૨દ્રવ્યથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજાનું ક્યાંય વિધાન નથી. આજના કાળમાં સંઘે કરેલ જિનભક્તિ સાધારણની વ્યવસ્થા પણ સ્વદ્રવ્યથી પૂજા કરવાના વિધાનને ટેકો આપવા માટે છે.
* સ્વકર્તવ્યરૂપ પૂજા દેવદ્રવ્યથી ક૨વાથી અવજ્ઞા આદિ દોષો લાગે છે અને પરંપરાએ મહાઅનર્થનું કારણ બને છે.
♦ માટે ચાલી આવતી દેવદ્રવ્યના ઉપયોગ સંબંધી પ્રાચીન શાસ્ત્રીય પરંપરામાં શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ ફેરફાર કરવો ઉચિત નથી.
દેવદ્રવ્યનો શાસ્ત્ર વિરુદ્ધ ઉપયોગ ભયંકર સંસાર વધા૨ના૨ હોવાથી ભવભીરૂ આત્માઓ તટસ્થ ભાવે શાસ્ત્રના અર્થને સમજી લઈ પોતાના અહિતથી અટકે એ જ અભ્યર્થના. શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
૧૮
કેવટવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર