________________
આજના પ્રતિકૂળ સંજોગોમાં દરેક શ્રાવક માટે પોતાનું કેસર વગેરે લાવી પૂજા કરવાનું જ્યારે કઠિન બનતું ગયું, ત્યારે સંઘે જિનભક્તિ સાધારણ ખાતું ઊભું કર્યું અને તેમાંથી પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરી. પણ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતે વાપરેલ સામગ્રીના પ્રમાણમાં યથાયોગ્ય રકમ તે ખાતામાં જમા કરાવવી જ જોઈએ, એવો હેતુ હોવાથી સંઘે જિનભક્તિ સાધારણના નામે પરદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી છે, એવું ન કહી શકાય. બીજું પૂજા માટે વરખ, બાદલું, ચોખા, નૈવેદ્ય, ફળ, નાણું વગેરે વસ્તુઓ વિનામૂલ્ય આપવાની વ્યવસ્થા કોઈ પણ સંઘમાં દેખાતી નથી, એ વાત પણ સાબિત કરે છે કે, પૂજા સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે.
બધા વિવેચનનો સાર નીચે મુજબ છે : જ સંબોધ પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ
સાહેબે બતાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકાર અને તેનો ઉપયોગ અત્યંત સ્પષ્ટ છે. ત્રણ પ્રકારમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય સમાઈ જાય છે. છેપરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી પ્રતિષ્ઠાદિ
બોલીઓની રકમ પૂજારૂપે આવેલ પૂજા-દેવદ્રવ્ય જ છે, જેનો ઉપયોગ જિનમંદિર નિર્માણ-ઉદ્ધાર અથવા આભૂષણ
આદિમાં થઈ શકે. ક દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર એવો નથી કે
કેલાવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
• ૧૭