________________
વગેરે કાર્યો દેવદ્રવ્યથી થઈ શકે. કારણ અહીં ભાવાર્થ એ છે કે જુદા જુદા પ્રકારોનું દેવદ્રવ્ય હશે, તો તેથી તે તે પ્રકારના જિનભક્તિના કાર્યો થઈ શકશે, માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. અહીં દેવાદિદ્રવ્ય- દેવદ્રવ્ય વગેરે દ્રવ્ય – આવો શબ્દપ્રયોગ એમ સુચવે છે કે દેવદ્રવ્ય સિવાય બીજાં પણ દ્રવ્યો છે, એટલે બધાં જ કાર્યો દેવદ્રવ્યથી નથી કરવાનાં. બીજો અર્થ એમ પણ ફલીભૂત થાય છે કે, કદાચ આપત્તિ કાળે કોઈ જ બીજી સામગ્રી ઉપલબ્ધ ન રહી હોય તો દેવદ્રવ્યથી પણ ઉપરોક્ત બધાં કાર્યો થઈ શકે માટે તેની વૃદ્ધિ કરવી.
ઉપરનાં વિવેચનથી સ્પષ્ટ થાય છે કે, પરમાત્મા અપૂજ રહેતા હોય કે એવા કોઈ વિશિષ્ટ 'કારણે, બીજા સાધનના અભાવમાં દેવદ્રવ્યનો ઉપયોગ દેવ અપૂજ ન રહે તે માટે સંઘે દેવપૂજામાં કરવો પડે, પણ તેનો અર્થ સ્વકર્તવ્યરૂપ દેવપૂજા દેવદ્રવ્યમાંથી થઈ શકે એવો તો ન જ થાય.
કેટલાક સંઘોમાં દેવદ્રવ્યનો દુરૂપયોગ રોકવા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીના ચડાવા બોલવામાં આવે છે અને તેમાંથી પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે. દેવદ્રવ્યનો દુરૂપયોગ રોકવાનો હેતુ હોવાથી આ પ્રથા અયોગ્ય નથી. આ સામગ્રીનો ઉપયોગ કરનારને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગતો નથી. પણ બીજી બાજુ સ્વદ્રવ્યથી પૂજાનો છેં લાભ થાય, તે તેને મળતો નથી.
૧૭
જૈવમ્રવ્યનો ઉપયોજ - શાસ્ત્રીય આધાર