________________
છતાં જો ભાવના ન હોય, તો ય જિનાજ્ઞા વિરુદ્ધ નવકારશીથી નીચે તો આપણે જેમ ઉતરી નથી શકતા, તેમ અહીં પણ શક્તિ હોય છતાં ભાવના ન હોય, તો જેટલી ભાવના હોય તેટલું જ દ્રવ્ય વાપરી પૂજા કરવાનું વિધાન છે, પણ જિનાજ્ઞા વિરુદ્ધ દેવદ્રવ્યથી પૂજા કરવામાં તો નુકસાન જ છે. ભાવનાની વૃદ્ધિ માટે શાસ્ત્રોક્ત માર્ગોનું જ અનુસરણ કરવું યોગ્ય છે.
કોઈ કહેશે કે શક્તિ હોવા છતાં પણ આપણે બીજાએ કાઢેલ સંઘ આદિમાં ક્યાં નથી જતા ? આનો જવાબ એ છે કે, બીજાએ જે સંઘ કાઢ્યો છે, તે તેને સંઘ કાઢવાના સ્વકર્તવ્યરૂપે સ્વદ્રવ્યથી જ કાઢ્યો છે અને એમાં આપણે મુખ્યત્વે તેમના ભાવની અભિવૃદ્ધિ કરવા જોડાઈએ છીએ, તે જોડાવવું – પરસ્પર ભક્તિમાં ઉપયોગી થવું, એ ય આપણું કર્તવ્ય છે, એમ સમજી જોડાઈએ છીએ, નહિ કે પરદ્રવ્યથી ધર્મનો લાભ લેવા માટે જોડાઈએ છીએ. ત્યાં પણ જિનચૈત્યોમાં સ્વકર્તવ્યરૂપ દેવપૂજા વગેરે તો સ્વદ્રવ્યથી જ કરવાના છે.
કોઈ કહેશે કે દ્રવ્યસપ્તતિકા વગેરે અનેક ગ્રંથોમાં એવા ભાવના શ્લોકો છે કે “સતિ દેવાદિદ્રવ્ય પ્રત્યાં ચૈત્યાદિ સમારચન-મહાપૂજા-સત્કાર સન્માનવખંભાદિ સમ્ભવાતું” એટલે કે દેવદ્રવ્ય વગેરે હોય, તો નિત્ય ચૈત્ય સમારચન, મહાપૂજા, સત્કાર-સન્માનાદિને ટેકો મળવા સંભવિત બને. પણ આ વિધાનથી એ સાબિત નથી જ થતું કે, સ્વકર્તવ્યરૂપ પૂજ
કેવાવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર