________________
આગળ વધીને નિર્ધન શ્રાવકોને પણ દેવદ્રવ્ય કે પરદ્રવ્યથી પૂજાની છૂટ ન આપતાં તેમને પોતાની કાયાનો ઉપયોગ ફુલની માળા ગુંથવા વગેરે કરવારૂપ જિનભક્તિમાં યોજવા દ્વારા લાભ લેવાનું વિધાન કર્યું છે.
કોઈ કહેશે કે નિર્ધનને આમ બાકાત કેમ રાખ્યા ? તો જવાબ છે કે, શાસ્ત્રકારોએ એમને પારકાના દ્રવ્યની અપેક્ષા રાખવી પડે, એટલી નીચેની કક્ષા સુધી ન ઉતારતાં એમના પર કરૂણા કરી છે અને એમને આરાધનાના બીજા ઉપાયો બતાવ્યા જ છે. બીજી રીતે જોતાં, પૂજા વગેરેની જે બોલી બોલાવાય છે, તેમાંથી પણ તે નિર્ધન વર્ગ બાકાત ક્યાં નથી રહી જતો ? પણ એમને માટે ધર્મના બીજા ઉપાયો ઉપલબ્ધ હોવાથી, દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી તો સ્વકર્તવ્યરૂપ પૂજા ન કરાય, એ વિધાનથી વિસ્મય પામવા જેવું નથી. વ્યવહારમાં પણ આપણે સ્વકર્તવ્યો
સ્વદ્રવ્યથી જ કરતા હોઈએ છીએ, તો ધર્મના ક્ષેત્રમાં જ્યાં સર્વ ધર્મકાર્યો યથાશક્તિ જ કરવાનાં કહ્યાં છે, ત્યાં દેવદ્રવ્ય કે પરદ્રવ્યની અપેક્ષા કેમ રખાય ? ' કોઈ કહેશે કે જેમ તપની બાબતમાં શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો આપણે જેમ નીચે ઉતરીએ છીએ, એમ પૂજાની બાબતમાં પણ જેની શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો તેને ભાવ લાવવા માટે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી પૂજા કરવામાં શો વાંધો છે ? જવાબમાં કહી શકાય કે શક્તિ હોવા
૧૪.
કેટaવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર