________________
આરાધના માટે આલંબનરૂપ છે, તેને માટે થઈ શકે. પણ તેમાંથી શ્રાવક માટે જ્ઞાન ભણવાની સામગ્રી ન લાવી શકાય, પંડિતનો પગાર વગેરે ન આપી શકાય, તેવો જ ભેદ અહીં દેવદ્રવ્યના વિષયમાં છે.
હવે અન્ય શાસ્ત્રો પર દષ્ટિપાત કરતાં દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથમાં કહ્યું છે કે, ગૃહચત્યનું નૈવેદ્ય, અક્ષતાદિ દેવમંદિરમાં સંઘના દેરાસરે મૂકવું. જો એમ ન કરે તો ગૃહચૈત્યના દ્રવ્યથી જ ગૃહમૈત્યની પૂજા થઈ ગણાય, પણ સ્વદ્રવ્યથી નહિ, તેમજ અનાદર, અવજ્ઞા વગેરે દોષો પણ લાગે. એટલે ગૃહમંદિરના માલિકે તો સ્વદ્રવ્યથી જ ગૃહત્યમાં પૂજા કરવી એ સાબિત થઈ જ જાય છે. હવે ગૃહચૈત્યનું દ્રવ્ય જે સંઘના દેરાસરે મૂકવા કહ્યું છે, તે સંઘના દેરાસરમાં ગૃહચત્યના માલિકે પૂજાનું જે સ્વકર્તવ્ય અદા કરવાનું છે, તેના બદલામાં નહિ, પણ ગૃહચૈત્યમાં આવેલ દ્રવ્યના યોગ્ય વપરાશ માટે કહ્યું છે. કારણ આગળ જણાવ્યું જ છે કે “દેવગૃહે દેવપૂજાપિ સ્વદ્રવ્યર્થવ યથાશક્તિ કાર્યા” એટલે કે સંઘનાં મંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. આ વાત સર્વ શ્રાવકોને પણ લાગુ પડે છે, નહિ કે ફક્ત ગૃહમંદિરના માલિકને જ લાગુ પડે છે. જેને ગૃહમંદિર બનાવવાનું પોતાનું કાર્ય પણ કર્યું નથી, તેને વળી પૂજા સ્વદ્રવ્યથી નહિ ને પરદ્રવ્યથી કરવાની છૂટ શાસ્ત્ર આપી છે, એવું કેવી રીતે બોલાય ?
રાવ્યનો ઉપયોગ : શાસ્ત્રીય આધાર