________________
દેવ દ્રવ્યનો મહિમા
. (સ્રોત દર્શનશુદ્ધિ પ્રકરણ) भक्खेइ जो उवक्खेइ, जिणदव्वं तु सावओ । पन्नाहीणो भवे जो उ, लिप्पइ पावकम्मुणा ।।५४।।
જે શ્રાવક જાણકાર હોવા છતાં દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્ય નાશ પામતું હોય તો ઉપેક્ષા કરે છે, તથા જે બુદ્ધિહીન આત્મા દેવદ્રવ્યનો ખોટી રીતે વ્યય કરે છે; તે બન્નેયને અશુભ કર્મનો બંધ થાય છે. ૫૪
आयाणं जो भंजइ, पडिवन्नं धणं न देइ देवस्य । नस्संतं समुवेक्खइ, सो वि हु परिभमइ संसारे ।।५५ ।।
વળી, રાજા-અમાત્ય આદિએ જિનભક્તિમાં અર્પણ કરેલ ઘર, ખેતર વગેરે રૂ૫ ધનનો નાશ કરે છે, તથા પિતાદિ સ્વજનોએ વચન આપીને નિર્ણત કરેલ દેવના દ્રવ્યને આપતો નથી, અને બીજા લોકો દેવદ્રવ્યનો નાશ કરતા હોય તે જોવા છતાં તેની ઉપેક્ષા કરે છે, તે આત્મા પણ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. પપ
चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहियमइओ । धम्मं व सो न जाणइ, अहवा वद्धाउओ नरए ।।५६।। તે જ પ્રમાણે દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધાર આદિ માટે એકત્રિત કરેલ સાધારણ દ્રવ્યનું જે આત્મા ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વશપ્રણીત ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પૂર્વમાં દુર્ગતિનું
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર