________________
શાસ્ત્રને નિરપેક્ષ રહી તેનો ઉદ્દભવ કર્યો નથી, માટે તેનો સમાવેશ પૂર્વકાલીન શાસ્ત્રમાં થઈ શકે છે અને અહીં તે યોગ્ય રીતે થાય જ છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, કોઈએ કરેલ આંગી ઉપર કોઈ બીજી આંગી કરે, તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ગણાય કે નહિ એ સવાલના જવાબ માટે નિર્માલ્ય દ્રવ્યના સ્વરૂપને સમજાવવા માત્રનો જ્યાં પ્રસંગ છે, ત્યાં ભાષાંતરકારે દ્રવ્યપૂજાની સામગ્રીને જ લક્ષ્યમાં રાખી (૧) પૂજા માટે કલ્પેલ અને (૨) નિર્માલ્ય થયેલ એમ તેના બે ભેદ બતાવ્યા છે. આ બે ભેદોમાં દ્રવ્યપૂજાની બધી સામગ્રીનો સમાવેશ થઈ જ જાય છે.
વાસ્તવમાં તો મૂળ ગ્રંથમાં વિચારસાર પ્રકરણનું અવતરણ આપ્યું છે. વિચારસાર પ્રકરણમાં વળી દેવદ્રવ્ય ભક્ષણફળનો જ્યાં અધિકાર આવે છે, ત્યાં શાસ્ત્રકાર ભગવંતે દેવદ્રવ્યના ભેદો માટે નીચેની બે ગાથાઓ આપી છે.
चेइअदव्वं दुविहं, पूआ निम्मलभेअओ इत्थ । आयाणाई दव्वं, पूआरित्थं मुणेयव्वं ॥ १ ॥ अक्खयफलबलिवत्थाइ संतिअं जं पुणो दविणजायं । तं निम्मल वुच्चइ, जिणगिहकमंमिं उवओगो ॥ २ ॥ અહીં દેવદ્રવ્યના (૧) પૂજા-દેવદ્રવ્ય અને (૨) નિર્માલ્યદેવદ્રવ્ય એમ બે પ્રકાર બતાવ્યા છે. તે પૂજાને માટે યોગ્ય અને અયોગ્ય દ્રવ્ય એમ યોગ્યાયોગ્યતાના આધારે છે. તેથી પૂજા
કેવટવ્યનો ઉપદ્ર - શાસ્ત્રીય આધાર
૭