________________
બીજું ‘પૂજા-દેવદ્રવ્ય એટલે પૂજા માટે આવેલ દ્રવ્ય એવા રૂઢ અર્થથી ભંડાર દ્રવ્ય કે પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારની બહાર રહી જાય છે અને તેથી અવ્યાપ્તિ નામનો દોષ લાગે છે. જ્યારે ‘પૂજારૂપે-ભક્તિરૂપે આવેલ તે પૂજા-દેવદ્રવ્ય’ એવા અર્થઘટનથી કોઈ દોષ લાગતો નથી.
જ
સંબોધ પ્રકરણની રચનાકાળમાં કોઈપણ અનુષ્ઠાન પ્રસંગે બોલીઓની પ્રથા કદાચ સર્વથા ન હતી એમ માનીએ, તો પણ ભંડાર દેવદ્રવ્ય અથવા કોઈ પણ જુદી રીતથી ભક્તિરૂપે ભેટ આવતો દેવદ્રવ્યનો પ્રકાર કોઈ પણ કાળે હોય જ. કારણ શ્રાવક માટે દ્રવ્યની મૂર્છા ઉતારવા એ જ શ્રેષ્ઠ ઉપાય બતાવાયો છે અને આમ ભક્તિરૂપે આવેલ દ્રવ્ય એ જ દેવદ્રવ્યનું મુખ્ય અંગ ગણાય. તેનો જ સમાવેશ શાસ્ત્રકાર ભગવંત પોતે બતાવેલ પ્રકારોમાં ન કરે એવું કેવી રીતે બને ? ભંડાર દેવદ્રવ્ય પ્રખ્યાત છે માટે એનો સમાવેશ ન કર્યો હોય એવું કેવી રીતે કહેવાય ? પ્રખ્યાત પદાર્થના વિવેચનની કદાચ જરૂર ન હોય પણ તેનો ઉલ્લેખ તો જરૂ૨ કરે જ. દા.ત. ચૈત્યવંદન ભાષ્યમાં દશત્રિકના વિષયમાં પ્રદક્ષિણાત્રિક વગેરે સમજવા સહેલા હોવા છતાં ‘સેસ તિગત્થો ય પયડુત્તિ' એમ કહીને વિવરણ ભલે ન કર્યું હોય, પણ તેનો ઉલ્લેખ કરીને પ્રકાર તો બતાવ્યો જ છે. બોલીઓની પ્રથા પછીથી શરૂ થઈ એમ માનીએ, તો પણ સુવિહિત મહાપુરુષોએ
ન
૬
કેવઢવ્યનો ઉપયોા - શાસ્ત્રીય આધાર