________________
દેવદ્રવ્યની વ્યાખ્યા અહીં સંબોધ પ્રકરણના પૂજા-દેવદ્રવ્યના ભેદથી જુદી પડે છે. અહીં કહ્યું છે કે આદાન આદિથી આવેલ બધુ દ્રવ્ય પૂજાને-ભક્તિને માટે યોગ્ય કહેવાય અને તે પૂજા દેવદ્રવ્ય છે. આમાં પૂજાથી-ભક્તિથી, પૂજા માટે-ભક્તિ માટે, પૂજાના-ભક્તિના નિર્વાહ માટે આવેલ એમ બધા દ્રવ્યનો સમાવેશ થઈ શકે છે. કારણ બધા જ ભેટ આદિથી આવેલ હોઈ પૂજાને માટે યોગ્ય છે. આમ અહીં બતાવેલ બે પ્રકારોમાં બધા જ દેવદ્રવ્યનો સમાવેશ થઈ જાય છે અને તે શાસ્ત્રકાર ભગવંતને ઈષ્ટ જ છે. કારણ દેવદ્રવ્યનો કોઈ એવો ભાગ બાકી રાખવાનો નથી કે જે સ્વકર્તવ્યરૂપ પૂજાને કે ભક્ષણને યોગ્ય હોય ! પૂજામાં વપરાઈને અયોગ્ય થયેલ નિર્માલ્યનું ભક્ષણ પણ મહાહાનિકારક છે. તેમાંથી પણ યોગ્ય ઉપજ કરવાની હોય છે.
પ્રાયઃ વિસ્તારભયથી જ પૂજા-દેવદ્રવ્યનું કાર્યક્ષેત્ર તે ગ્રંથમાં બતાવ્યું નથી. કારણ પ્રસંગ બીજો ચાલે છે, પણ દરેક પ્રકારના દેવદ્રવ્યનો ઉપયોગ સંબોધ પ્રકરણ મુજબ સમજી શકાય છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ અને વિચારસાર પ્રકરણ એ બંને ગ્રંથોમાં દેવદ્રવ્યના ભેદોનો ઉલ્લેખ અન્ય પ્રસંગવશાત કરવામાં આવ્યો છે, માટે તે સંક્ષેપમાં છે. તેથી પૂર્વકાલીન સંબોધ પ્રકરણ જ દેવદ્રવ્યના પ્રકાર અને ઉપયોના વિષયમાં વિશેષ ઉપયોગી ગણાય.
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર