________________
ધર્મ એ સંબંધ બને ]
- ૬૯ ખ્યાલમાં રહે કે “કરવાનૂ ઘટઃ' – અહીં જલ અને ઘટનો સંયોગ સંબંધ છે... પણ તેલની ધારા” કહેવાય ત્યાં તેલ અને ધારાનો તાદામ્યસંબંધ છે, કેમકે ધારા એ તેલથી જુદી વસ્તુ નથી. તેલ પોતે જ, સિથર હોય ત્યારે તે સ્વરૂપે દેખાય છે; પરંતુ પડતું હોય ત્યારે તેલ એ ધારાસ્વરૂપે દેખાય છે.
ધર્મ એ સંબંધ બને - નિયમ છે કે વિશિષ્ટ બુદ્ધિ (વિશેષણથી ઉપરક્ત વિશેષ્યની બુદ્ધિ) સંબંધાવવાહિની હોય છે. એટલે જ
પાણીવાળો ઘડો”, “ગુણવાળું દ્રવ્ય', એવી વિશિષ્ટ બુદ્ધિમાં વિષય તરીકે વિશેષણ વિશેષ્ય ઉપરાંત બને વચ્ચેનો સંબંધ પણ હોય જ. - એમ દુકાનમાં પિસાવાળા શેઠ, પિસાવાળો મુનિમ, પૈસાવાળો ચોપડો, પૈસાવાળી તિજોરી....એમ બધામાં પૈસાવાળું” એવું જ્ઞાન થાય છે. તે તેમાં કયા કયા સંબંધ? દા.ત. પૈસાદાર શેઠની દુકાન હોય તો ત્યાં શેઠ પૈસાવાળા છે, એ કયા સંબંધથી ? એમ દુકાનમાં બીજા અનેક નોકર હેય, ને બહારથી કોઈ બીલ ચૂકવવા પૂછતે આવે તો બીજા કહે છે કે “જાઓ પેલા પૈસાવાળા (એટલે કે તિજોરી સંભાળતા) સુનિમ પાસે.” એમ દુકાનમાં માલના ચેડા, ઘરાકના ચોપડા, કેશ વગેરેના વિવિધ ચોપડા હોય. એમાંથી શેઠ મંગાવે છે કે પેલો કેશ (પૈસા) વાળા ચોપડો લાવો'... એમ દુકાનમાં અનેક તિજોરી હોય