________________
ગ્રન્થ નામાભિધાન
૧૯
અને સિદ્ધાંતાનું, ખંડન કરે છે. એ ખંડન ત્યારે જ સમજવામાં આવે કે જ્યારે એ દુ નાનુ પેાતાનુ વક્તવ્ય શુ' શું છે એના ખ્યાલ હોય. માટે જુદા જુદા દનાના અધ્યયનની જરૂર છે.
પ્ર૦~ તા પછી એમાં પહેલા ન્યાય—દનનું જ અધ્યયન શા માટે ?
– કાશી (બનારસ)માં ખીજા દને સમજવા માટે ન્યાયન ચાવીરૂપ મનાય છે માટે ન્યાયદર્શનનુ અધ્યયન પહેલું કરાવાય છે. એનુ કારણ એ છે કે કેાઈ પશુ દેન સમજવા માટે એના પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષ યાને ખંડન—મ`ડન સમજવા - પડે; ને તે તર્ક–યુક્તિ પદાર્થ - વિશ્લેષણ વગેરે દ્વારા સમજાય. આ સમજવા માટે ન્યાય દન એ ભૂમિકાનું કામ કરે છે, ને એની પદ્ધતિ સમાવે છે.
ન્યાય-દશ નનુ અધ્યયન તર્ક સ`ગ્રહ, મુક્તાવલિ– દિનકરી, ન્યાય—કુસુમાંજલિ, તત્ત્વ-ચિંતામણિ વગેરે પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાયના અનેક ગ્રંથાથી કરાય છે. એ અધામાં સરળતાથી પ્રવેશ કરવા માટે ન્યાયની પરિભાષા સમજવી જોઇએ. તેથી અહી' ન્યાયની પરિભાષાનેા વિચાર કરવામાં આવે છે. માટે આ ગ્રંથનું નામ પ્રાય ભૂમિકા રાખવામાં આવ્યુ છે.