________________
૩ મીમાંસકના મત ]
૩૩૭
તે દેખાડે છે કે જ્ઞાનથી વિષયમાં જ્ઞાત(-જ્ઞાતતા) નામના પર્યાય ઉત્પન્ન થાય. આ જ્ઞાતતા રૂપ લિંગથી તેએ આ રીતે જ્ઞાન–પ્રામાણ્યની અનુમતિ કરે છે—આ ઘટ છે’ એવા જ્ઞાનની સાતતા ઘટત્વપ્રકારક ઘટવિશેષ્યકજ્ઞાનથી ઉત્પન્ન છે, કેમકે તે જ્ઞાતતારૂપ છે. દા. ત. ‘આ પઢ છે’ એવા જ્ઞાનથી પટમાં ઉત્પન્ન થયેલી જ્ઞાતતા.”—આ રીતે જ્ઞાનમાં ઘટત્વપ્રકારક ઘટવિશેષ્યકત્વ' સ્વરૂપ પ્રામાણ્ય ઉત્પત્તિ અને તૃપ્તિ બનેમાં ભટ્ટ મતે સ્વતઃ છે.
પ્રભાકાર મીમાંસના મતઃ–જ્ઞાનનું પ્રામાણ્ય પણ જ્ઞાનાપાદક સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. તે માટે તે ઉત્પત્તિમાં સ્વતઃ છે; અને આ મતમાં જ્ઞાન સ્વપ્રકાશ હાવાથી તદ્ગત પ્રામાણ્યનું જ્ઞાન પણ બીજા કૈાઈ જ્ઞાનથી નહી. પશુ એના એજ જ્ઞાનથી થાય છે એટલે જ્ઞાનનુ પ્રામાણ્ય જ્ઞપ્તિમાં પણ સ્વત: હાવાનુ` મનાય છે.
મુરાિિમશ્ર મીમાંસમ્ના મત : ઉત્પત્તિમાં પ્રામાણ્ય ઉપરોક્ત રીતે જ ‘સ્વતઃ છે, પણ જ્ઞાનનુ ભાન જાતે નહી કરંતુ જ્ઞાનાત્તરકાલીન અનુવ્યવસાયથી થાય છે, તથા પ્રામાણ્યનું જ્ઞાન પણ એ અનુવ્યવસાયથી થાય છે, તેથી જ્ઞાન-ગ્રાહક સામગ્રી(અનુવ્યવસાય)થી જ પ્રામાણ્યનું જ્ઞાન થતુ' હાવાથી તે જ્ઞપ્તિમાં પણ સ્વતઃ જ છે.
આ ત્રણે મતમાં પ્રામાણ્યની ઉત્પત્તિ એકસરખી રીતે છે, પણ તેની જ્ઞપ્તિ જુદી જુદી રીતે છે. તેમ છતાં
૨૨