________________
૩૩૮
ન્યાય ભૂમિકા ત્રણે ય મતમાં પ્રામાણ્યનું જ્ઞાન સ્વ-સ્વમતે જ્ઞાન-ગ્રાહક સામગ્રીથી જ થતું હોવાથી સ્વતઃ માનવામાં આવે છે.
પરંતુ પ્રામાણ્યની સ્વતઃ ઉત્પત્તિ માનનારના મતમાં આ મેટી ખામી છે કે ભ્રમજ્ઞાનમાં પણ પ્રામાણ્યની ઉત્પત્તિ માનવી પડે.
. Rયાયિક મતે: પ્રામાણ્યની ઉત્પત્તિમાં ઈન્દ્રિયગત નિમલતાદિ ગુણે વધારાનો હેતુ છે, માટે તે ઉપત્તિમાં પરતઃ છે. તથા તેનું જ્ઞાન જ્ઞાતિ પણ સંવાદિપ્રવૃત્તિલિંગક અનુમિતિથી થાય છે તેથી પરતઃ છે. જ્યારે જ્ઞાનનું જ્ઞાન અનુવ્યવસાયથી થાય છે-આ રીતે જ્ઞાનગ્રાહક સામગ્રી કરતાં પ્રામાણ્યની ગ્રાહક સામગ્રી જુદી હોવાથી તે જ્ઞપ્તિમાં પણ પરતઃ મનાય છે, સ્વતઃ નહીં. '
જૈનમતે: પ્રામાણ્ય ઉત્પત્તિમાં યાયિકની જેમ પરતઃ છે; જ્યારે જ્ઞપ્તિમાં બે વિકલ્પ છે, અત્યંત અભ્યાસ દશામાં પ્રામાણ્યની જ્ઞાતિ પ્રભાકરની જેમ સ્વતઃ થઈ જાય છે, પણ અભ્યાસ દશામાં પ્રામાયની જ્ઞપ્તિ. યાયિકની જેમ પરતઃ થાય છે. જૈનમતે જ્ઞાન તે સ્વપ્રકાશ જ છે. એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્ઞાન સ્વતઃ પ્રકાશી છે કે પરતઃ પ્રકાશી છે એ એક અલગવાદ છે, અને જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ એક અલગવાઇ છે.