________________
૩૩૬
ન્યાય ભૂમિકા જ્ઞાન થયા પછી ચાંદી લેવા માટે હાથ લંબાવવાની. પ્રવૃત્તિ કરતાં ચાંદી હાથમાં આવતી નથી, તેથી તે. પ્રવૃત્તિ નિષ્ફળ ગણાય છે. હિંસાથી પુણ્ય બંધાય” એવા. મિથ્યા જ્ઞાનથી હિંસાત્મક યજ્ઞાદિની પ્રવૃત્તિ કરનારને પુણ્ય લાભ થતું ન હોવાથી તેની તે પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે....આથી સુઝ લેકે, સફળ અને નિષ્ઠ૫ પ્રવૃતિ પૂર્વે તે પ્રવૃત્તિ કરાવનાર જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ(મિથ્યા)'' તેના નિશ્ચયની અપેક્ષા રાખે છે. હવે જ્ઞાનમાં રહેલા પ્રામાણ્ય (કે જે જ્ઞાનને ધર્મ છે તે)ની (i) કઈ રીતે ઉત્પત્તિ થાય છે? (i) અને તેની જ્ઞપ્તિ =જ્ઞાન કઈ રીતે થાય છે? તે વિષે ઘણા મતભેદો છે, જેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. " કુમારીલ ભટ્ટ મીમાંસકને મત:-જ્ઞાનગત પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞાન સામાન્યના જેટલા કારણે છે તેટલા કાર
થી જ થાય છે. એમાં કોઈ વધારાનાં “ગુણ” જેવા કારણની જરૂર નથી. અર્થાત્ પ્રામાણ્યની ઉત્પત્તિ સ્વતઃ છે. સ્વતઃ એટલે જ્ઞાનપાદક સામગ્રીથી જ તેની ઉત્પત્તિ થવી તે. તથા કુમારીલના મતે જ્ઞાન પરાક્ષ હોવાથી તેનું (જ્ઞાનનું) જ્ઞાન, અને તેમાં રહેલા પ્રામાણ્યનું જ્ઞાન, બંને જ્ઞાતતાલિંગ, અનુમિતિથી જ થાય છે. અર્થાત્ પ્રામાપ્ટની પ્તિ સ્વતઃ છે. સ્વતઃ એટલે કે જ્ઞાન-ગ્રાહક જે સામગ્રી (જ્ઞાતતાલિંગક અનુમતિ), તેનાથી જ પ્રામાશ્યનું પણ જ્ઞાન થઇ જાય છે. આ ઘટ છે એવું જ્ઞાન થયા પછી “જ્ઞાત મયા ઘટઃ” આવો જે અનુભવ થાય છે,