________________
પ્રામાણ્ય સ્વગ્રાહ્ય-પરગ્રાહ્ય ].
૩૩૩ - ન્યાયમત માને છે કે જ્ઞાનનું પ્રામાય પરત ગ્રાહ્ય છે, અર્થાત્ જ્ઞાન પ્રમાણભૂત છે એવું ભાન બીજા જ્ઞાનથી થઈ શકે. દા. ત. દૂરથી રસ્તા પર ભાસ થયો કે પેલું રજત પડયુ છે,” “છતાં “એ જ્ઞાન પ્રમાણભૂત છે ?” અર્થાત્ એનામાં ( જ્ઞાનમાં) પ્રામાણ્ય છે, એવું નક્કી કરવા માટે નજીક જઈને જેવું પડે કે રસ્તાપરની એ ચીજ ખરેખર ચાંદી છે? કે છીપલી યા સ્ટીલની પતરી છે? ત્યાં જે ચોક્કસ રજત દેખાય, તે જ એ પરથી મનાય કે પૂર્વનું રૂઢ ” એ જ્ઞાન પ્રમાણભૂત હતું; અને એ ઉત્તરજ્ઞાનથી પૂર્વના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાત થયું. કેટલીકવાર એકલા ઉત્તરજ્ઞાનથી પણ પ્રામાણ્ય ન જણાય ત્યારે રજત હાથમાં લેવાની પ્રવૃત્તિ કરવી પડે અને ત્યાં જે હાથમાં રજત આવે તે એ પ્રવૃત્તિ “સંવાદી પ્રવૃત્તિ' કહેવાય.
“સંવાદી પ્રવૃત્તિ એટલે પૂર્વના જ્ઞાનની સાથે મેળ . ખાય એવી પ્રવૃત્તિ. જે મેળ ન ખાય, ને વિરુદ્ધ પડે તે
એ “વિસંવાદી પ્રવૃત્તિ” કહેવાય. દા.ત. જ્ઞાન કર્યું - “3 રન્નત' અને પ્રવૃત્તિ કરતાં હાથમાં આવી સ્ટીલની પતરી! તો આ પ્રવૃત્તિ પૂર્વેક્ષણ-ઉત્પન્ન જ્ઞાનની સાથે વિસંવાદી બની.
આમ ન્યાયમતે જ્ઞાનનું પ્રામાણ્ય પરત ગ્રાહ્ય છે. ત્યારે પ્રશ્ન થાય કે- પ્રવે-ચાલુ વ્યવહારમાં તરસ લાગી, અને મટકામાં પાણી દેખી એ લેવા માટે એની પાસે ગયા. ત્યાં “આ