________________
ન્યાય ભૂમિકા
૩૩૨ જરૂર નથી પડતી. એટલે જેમ દવે સ્વ–પર ઉભયપ્રકાશક છે, અર્થાત્ દીવો પર પટને જણાવે છે, અને સ્વને પણ જણાવે છે, એમ જ્ઞાન પણ સ્વ–પર ઉભય-પ્રકાશક છે. એટલે જ્ઞાનથી વિષયનો બાધ થાય છે, તેમ સાથે-સાથે પિતાને પણ બંધ થઈ જાય છે. એટલે કહે કે અંધારે વસ્તુને દેખવા દીવ લાવ પડે, પણ દીવાને દેખવા માટે બીજે દીવો નથી લાવવો પડતે એમ ભલે વિષયને જાણવા માટે જ્ઞાન લાવવું પડે, પણ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનને લાવવું નથી પડતું. જેમ દવે, વિના - અન્ય પ્રકાશે તો જણાઈ જાય છે એમ જ્ઞાન, વિના અન્ય જ્ઞાને સ્વતે જણાઈ જાય છે. અર્થાત્ વિષય જ્ઞાનસંવેદ્ય છે, પરંતુ જ્ઞાન સ્વતઃસંવેદ્ય છે. એજ જ્ઞાનથી * ઘટણાનમ્' એ પણ જણાઈ જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તે અન્ય વિષયો જ્ઞાનગ્રાહ્ય છે અર્થાત્ પરત ગ્રાહ્ય છે, પણ જ્ઞાન પતે તે સ્વગ્રાહ્ય છે એટલે કે જ્ઞાન ઉપન થાય એ જ્ઞાયમાન-પ્રકાશ્યમાન જ ઉન્ન થાય છે.....
જ્ઞાનનું પ્રામાણ્ય અભ્યાસદશામાં સ્વગ્રાહ્ય છે ' અર્થાત્ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જેમ જ્ઞાન ગૃહીત થાય છે એમ બહુ અભ્યસ્ત વિષયમાં એના જ્ઞાનનું પ્રામાણ્ય પણ ગૃહીત થઈ જ જાય છે. દા. ત. સરોવર જોતાં એમાં પાણીનું જ્ઞાન થાય ત્યારે ત્યાં શંકા નથી પડતી કે “આ જલજ્ઞાન સાચું છે કે બેટું? કહો કે “ જ્ઞાનામિ - એવું જ્ઞાન “શફ્ટ કમળોમિ' જેવું છે.