________________
૧૭
નિત્યાનત્ય આત્મા ] તેથી આત્માને નિત્યાનિત્ય માન જોઈએ. જનેતર દર્શનવાળા અહીં ભૂલા પડે છે. કેઈ તે આત્માને એકાંત નિત્ય માને છે, એને તે અર્થ એ, કે એ અનિત્ય નથી. તે પછી એનામાં મનુષ્ય–દેવ વગેરેના પરિવર્તન શી રીતે માની શકાય? કેમકે એમાં તે મનુષ્ય જ્યારે દેવ થાય ત્યારે મનુષ્ય-આત્માને નાશ (મૃત્યુ) અને દેવ આત્માની ઉત્પત્તિ (જન્મ) થઈ માનવું જોઈએ. એમ માનવા જતાં આત્મા અનિત્ય ઠર્યો! એ બતાવે છે કે આત્માને એકાંત નિત્ય માની શકાય નહિ, પરંતુ એક અપેક્ષાએ નિત્ય પણ છે, ને બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે, એમ માનવું જોઈએ. - ત્યારે આત્માને એકાંતે અનિત્ય યાને ક્ષણિક માનનાર બૌદ્ધ પણ એમ ભૂલા પડે છે કે ક્ષણિક મનુષ્યઅવસ્થા, દેવ અવસ્થા વગેરે જુદી જુદી અવસ્થાએ તે ખરી, પરંતુ એ કેની ? એ જોવું ભૂલી જાય છે. જે કહે કે આત્માની, તે એ બધી અવસ્થામાં આત્મા કાયમ રહ્યો, એટલે એને નિત્ય પણ માન જોઈએ.
નેતર દશને એકાંતવાદી હેવાથી પરસ્પરની વિરુદ્ધ માન્યતાઓને સમન્વય કરી શક્તા નથી, તેથી જ પરસ્પરના જોરદાર ખંડન મંડન કરે છે. ત્યારે જૈનદર્શન અનેકાંતવાદી હોવાથી વિવિધ અપેક્ષાઓને ન્યાય આપીને પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનેસમન્વય કરે છે.
ન કરે છે નથી, તેથી
જ છેવાથી