________________
૩૩૦
ન્યાય ભૂમિકા
અ
નહિ. એટલા માટે ન્યાયદર્શનવાળાને પ્રામાણ્યના પ્રમાત્મ કરવા પડે છે. તાપ, ન્યાયમતે પ્રામાણ્ય એ પ્રમાણુના ધર્મ નહિ, કિન્તુ પ્રમાના યાને સત્ત્તાનને ધર્મ છે. તેથી કહેવાય કે જે (પ્રમાત્મક) જ્ઞાનમાં પ્રામાણ્ય રહે તે પ્રમાજ્ઞાન યાને પ્રમાણભૂત જ્ઞાન કહેવાય, અને જેમાં પ્રામાણ્ય ન હેાય તે જ્ઞાન અપ્રમા (જ્ઞાન), યાને અપ્રમાણભૂત ભ્રમજ્ઞાન કહેવાય.
જ્ઞાન સ્વતાગ્રાહ્ય ?, કે પરાગ્રાલ ?
જગતના વિષયે જ્ઞાનગ્રાહ્ય હાય છે. જ્ઞાનથી એ વિષયાનુ' અસ્તિત્વ જણાય છે. જ્ઞાન એ આત્માના ગુણ છે, અને એ જ્ઞાન બાહ્ય વિષયેાથી પર યાને અન્ય છે; માટે વિષયે એ જ્ઞાનથી ગ્રાહ્ય એટલેકે પરતાગ્રાહ્ય કહેવાય. અંતરાત્મામાં વિષયનુ' જ્ઞાન થાય એટલે, આપણને ખબર પડે કે બહારમાં અમુક વિષય છે. દા.ત્ત. મહારમાં ઘટ પટ.......વગેરે અનેક વસ્તુ પડેલી છે, પરંતુ જેના તરફ આંખ અને મન લગાડીએ ત્યારે એના જ અતરમાં પ્રકાશ થાય છે કે દા.ત. ‘અહી' ઘડેા છે,' ‘અહી વા છે,' ‘ત્યાં મકાન (મઠ) છે'... એમ આંબાના રસ જીભને અડાડયા ત્યારે ખબર પડે છે અર્થાત જ્ઞાન થાય છે કે
આ મીઠા રસ છે કે ખાટા ?' આમ જ્ઞાન શું કરે છે? જ્ઞાન આમ્રરસના મીઠાશગુણુને યા ખટાશગુણને પ્રકાશે છે. તાપ, દ્રવ્ય-ગુણ ક્રિયા... વગેરે વિષયે જ્ઞાનથી ગ્રાહ્ય છે, પ્રકાશ્ય છે.