________________
શાસપરીક્ષા
૧૩. અનીતિ) આદિ અપકૃત્ય નહિ કરવા. આ બધું જન દર્શનમાં છે, માટે એ “કલ પરીક્ષામાં પાસ ગણાય. " (૨) છેદ પરીક્ષા – આ પરીક્ષામાં એ તપાસવાનું કે ઉક્ત વિધિ–નિષેધને અનુરૂપ આચાર એટલે કે એનું પિષણ સમર્થન કરે એવા આચારો બતાવ્યા છે ? કે ઊલટું એનું ખંડન થાય એવા આચારે બતાવ્યા છે? અર્થાતુ એ વિધિ-નિષેધના બાધક બને એવા આચારની પ્રવૃત્તિ બતાવી છે ? વિધિ-નિષેધના પાલનને અનુકૂળ આચારચર્યા બતાવી હોય, તે તે છે પરીક્ષામાં પાસ ગણાય. * દા. ત. વેદશાસ્ત્રમાં પહેલાં નિષેધ તે કર્યો કે “ના હિંચતું સર્વમૂરિ” “કેઈપણ જીવની હિંસા નહિ કરવી એટલે કષ પરીક્ષામાં એ પાસ થયા ગણાય પરંતુ પછી એની ચર્ચા યજ્ઞ-યાગનદીનાન–હેમ ઈત્યાદિની એવી બતાવી કે જેમાં હિંસા થવા દ્વારા ઉપરોક્ત નિષેધ–આજ્ઞાને ભંગ થાય છે, માટે તે વેદશાસ્ત્ર છેદ-પરીક્ષામાં નાપાસ ગણાય. જ્યારે જૈનદર્શનના શાસ્ત્રોમાં સમિતિ– ગુપ્તિ વગેરે ચર્ચા એવી બતાવી કે જે વિધિ નિષેધની આ ઉપષ્ટભક સમર્થક બને છે. માટે તે છેદ પરીક્ષામાં પાસ થઈ જાય છે.
(૩) તાપ પરીક્ષા :-આ પરીક્ષામાં એ તપાસવું કે વિધિ નિષેધ અને ચર્યા સાથે સંગત થાય એવી તરવ-વ્યવસ્થા અને સિદ્ધાને એમાં માનવામાં આવ્યા છે કે કેમ ? જનેતર દશામાં એકાંતવાદને એવો