________________
૧૨
ન્યાય ભૂમિકા નિદિધ્યાસન દ્વારા આત્મદર્શનથી મોક્ષ માને છે. બૌદ્ધદર્શન “સર્વ–ક્ષણિકત્વ અને વૈરાગ્યની વાસનાથી મેક્ષ માને છે, ત્યારે જનદર્શન સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીથી મોક્ષ માને છે.
જૈનેતર દશનેની તત્ત્વ વ્યવસ્થા કદાચ ઉપલક દ્રષ્ટિએ આકર્ષક અને સાચી લાગે, પરંતુ એને કષ છેદ અને તાપની પરીક્ષાના મેદાનમાં ઉતારવામાં આવે ત્યારે પૂરેપૂરી ઉત્તીર્ણ થતી નથી, નપાસ થાય છે.
શાની ત્રિવિધ પરીક્ષા જેમ સોનાની ત્રિવિધ પરીક્ષા થાય છે. (૧) કષકસોટીના પત્થર પર સોનાને ઘસી જવામાં આવે છે, પછી વહેમ પડતાં (૨% છીણથી એને છેદીને જોવામાં આવે છે, એમાંય વહેમ પડતાં, (૩) છેલે અગ્નિમાં નાખીને તપાસી જોવામાં આવે છે, એમ શાસ્ત્રોની અથવા ધર્મોની કષ, છેદ અને તાપ એમ ત્રણ પરીક્ષા થાય છે.
. (૧) કક્ષ પરીક્ષા – આ પરીક્ષામાં એ તપાસવાનું કે તે તે ધર્મના શાસ્ત્રમાં યા ધર્મમાં ચોગ્ય વિધિ નિષેધ છે કે નહિ? જે હોય તે એ કષ પરીક્ષામાં પાસ ગણાય. દા. ત. “તપ: સ્વાધ્યાયાદિ વર્તવ્ય (વિધિ વાકય)
“હિંસાદિ ન વર્તમ્' (નિષેધ વાય) તપ-સ્વાધ્યાય આદિ સત્કૃત્ય કરવા હિંસા ( જુઠ