________________
૨૮૬
ન્યાય ભૂમિકા ઉ૦- અનુમિતિ એ અમારૂપ ફળ છે, અને અનુમાન એ અનુમિતિના કારણભૂત વ્યાપ્ય ધૂમની વ્યાખ્યાતાનું યાને વ્યાપ્તિનું જ્ઞાન છે. અનુમાનને પ્રમાણુ કહેવાય અને અનુમિતિને પ્રમા (પ્રમિતિ) કહેવાય. જેમ ‘પ્રત્યક્ષપ્રમા માટે વિષય-ઈનિદ્રયસંનિકર્ષ–ઇનિદ્રયમન સંગ-ને મનઆત્માને સંયોગ એ પ્રક્રિયા છે; એમ “અનુમિતિ: પ્રમા’ માટે ન્યાયમતે આ પ્રમાણે પ્રક્રિયા છે,અનુમિતિ
કરવા-કરાવવા માટે પંચાવયવી વાર્થ જોઈએ. એ પાંચ - અવયવ આ છે (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉaહરણ, (૪) ઉપનય, અને (૫) નિગમન.
(૧) પ્રતિજ્ઞાવાક્ય એટલે? અનુમાનથી જે સિદ્ધ કરવું છે અર્થાત્ જે સાથ નિણીત કરવું છે, તબેધક વાક્ય એ પ્રતિજ્ઞા વાક્ય દા. ત. પર્વતમાં વહિં સિદ્ધ કરે છે તે પહેલું વાક્ય બોલાય, કે પર્વતો વહૂિનમન' . અર્થાત્ પર્વત વહિવાળો છે. એને પ્રતિજ્ઞાવાક્ય કહેવાય.
(૨) હેતુવાકય : પછી એની સાબિતી માટે જે કારણ અપાય તે હેતુના વાક્યને હેતુવાક્ય કહેવાય. - દા. ત. “ધૂમનું' (ધૂમ હોવાથી).
(૩) ઉદાહરણ વાક્ય - આ હેતુ અને જે સિદ્ધ કરવું છે તે સાધ્ય, એ (હેતુ-સાધ્ય) બેનો વ્યાય. વ્યાપકભાવ સંબંધ અને તેના દષ્ટાંતનું પ્રતિપાદન . કરતું વાક્ય તે ઉદાહરણ વાક્ય કહેવાય. દા. ત.