________________
અનુમાન ]
૨૮૫ નહિતર તે જે અગ્નિ ધુમજ્ઞાનને ઉત્પન્ન કરતે હોય, તે તે તપેલા લોઢાના ગાળામાં અગ્નિ છે, તે ત્યાં ધુમનું જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ.
સારાંશ, વસ્તુની ઉત્પત્તિમાં એની ઉત્પત્તિના કારણો કામ કરે છે, ત્યારે વસ્તુની જ્ઞપ્તિમાં એના (એ વસ્તુના જ્ઞપ્તિના) કારણે કામ કરે છે. આપણે અહીં ચક્ષુથી બારીમાંના ધુમાડાની જ્ઞપ્તિને ઉત્પન્ન કરીએ છીએ, કિન્તુ ધુમાડાને ઉત્પન્ન નથી કરતા; એટલે કે ધુમાડાની જ્ઞપ્તિ કરીએ છીએ, પણ ઉત્પત્તિ નથી કરતા. હવે આ ધુમાડાની જ્ઞપ્તિ ઉપર ઘરમાંના અગ્નિનું જ્ઞાન કરીએ છીએ ત્યાં પણ આપણે કોઈ અગ્નિની ઉત્પત્તિ નથી કરતા કિન્તુ અગ્નિની જ્ઞપ્તિ કરીએ છીએ. ઉત્પત્તિ અને જ્ઞપ્તિ વચ્ચે આ મેટો ફરક છે કે ઉત્પત્તિ એના પોતાના કારણોથી થાય, જ્ઞપ્તિ એનાં પિતાનાં કારણે થી થાય. દા.તે. અગ્નિની ઉ૫ત્તિ “ઇંધન'થી થાય, ને અગ્નિની જ્ઞપ્તિ પ્રમાણુથી થાય.
- આમ અગ્નિના જ્ઞાનમાં ધૂમાડાનું જ્ઞાન કારણભૂત બને છે. એટલે ધૂમાડે જાણ્યા પછી “અહીં અગ્નિ છે એવું જે ભાન થાય છે, એ અનુમિતિ રૂપ જ્ઞાન થયું. વ્યવહારમાં પણ એમ બેલાય છે કે ધૂમાડાથી અગ્નિનું. અનુમાન થયું. આ અનુમાન એ સ્થૂળ વ્યાવહારિક ભાષા છે. ન્યાયભાષા આ છે કે ધૂમના જ્ઞાનથી અગ્નિની અનુમિતિ થઈ.
પ્ર.- એમાં શે મોટો ફરક પડ્યો ?