________________
૨૮૪.
ન્યાય ભૂમિકા
પર્વતના અંદરના ભાગમાં અગ્નિ છે. આમ ઘરમાં કે પર્વતમાં અલબત્ અગ્નિસાથે ચક્ષુનું જોડાણ થયું. નથી, એટલે અગ્નિનું પ્રત્યક્ષથી તે જ્ઞાન નથી, છતાં અગ્નિનું જ્ઞાન તે થયું જ છે. તે એ અગ્નિનું ભાન કેવી રીતે થયું ? તે કહેવું પડે કે “અનુમાનથી અગ્નિનું જ્ઞાન થયું. પરંતુ એ જ્ઞાન કરવા માટે પહેલાં ધૂમાડાનું જ્ઞાન જરૂરી છે, એટલે કે અગ્નિનું અનુમાન થવા માટે ધૂમા- * ડાનું જ્ઞાન હેતુભૂત છે. અહીં એક સવાલ ઊઠે કે
પ્ર–અગ્નિથી ધુમાડો જન્મે છે, એટલે ધૂમાડારૂપ કાર્યમાં અગ્નિ એ હેતુ છે યાને કારણ છે. કિન્તુ અહીં ઊંધુ કેમ કહો છે ? અનુમાનથી અગ્નિનું જ્ઞાન કરવું છે એમાં ધુમાડાના જ્ઞાનને હેતુ કહો છે, જ્યારે ખરેખર તે ધુમાડો એ અગ્નિને હેતુ યાને કારણ નથી, પરંતુ અગ્નિનું કાર્ય છે; તે અહીં અગ્નિના જ્ઞાન માં ધુમના જ્ઞાનને કારણ કેમ કહો છે ?
ઉ–એક વસ્તુ સમજી રાખે કે વસ્તુની ઉત્પત્તિ' (પેદાશ)જુદી ચીજ છે અને જ્ઞાતિ (જ્ઞાન) એ જુદી ચીજ છે. એટલે અગ્નિની ઉત્પત્તિ જુદી, અને અગ્નિની જ્ઞપ્તિ જુદી. અગ્નિની ઉત્પત્તિ માટે કારણભૂત ઇંધન છે; એમ ધુમાડાની ઉત્પત્તિ માટે કારણભૂત અગ્નિ છે, છતાં ધુમાડાની જ્ઞપ્તિ કરવી હેય યાને જ્ઞાન કરવું હોય, તે એનું કારણ અગ્નિ નથી; કેમકે અગ્નિ પડ્યો–પડ્યો ધુમાડાને તે ઉત્પન કરે છે, પરંતુ ધુમાડાના જ્ઞાનને ઉત્પન્ન નથી કરતે