________________
૨૭૮
ન્યાય ભૂમિકા પ્રતિયેગીનું જ્ઞાન (=ઉપલબ્ધિ, ઉપલભ) એ પ્રતિબંધક છે. માટે જ શંખમાં આમ તે શુકલરૂપ છે જ, તે પછી જે એ પ્રતિબંધક હોય તે પિત્ત(કમળા)ષવાળાને શંખમાં જે શુકલાભાવ દેખાય છે તે ન દેખા જોઈએ. ત્યાં શુકલરૂપ હાજર છતાં શુકલાભાવ દેખાય છે એ હકીકત છે. તે એ સૂચવે છે કે શુકલ એ સ્વરૂપસત પ્રતિબંધક નથી, કિન્તુ ઝાયમાન પ્રતિબંધક છે. અર્થાત્ - “શુકલ નહિ, પણ શુકલનું જ્ઞાન એ પ્રતિબંધક છે. પિત્ત દોષવાળાને ત્યાં શુકલનું જ્ઞાન નથી, એટલે ત્યાં શુકલ હોવા છતાં પ્રતિબંધક ગેરહાજર હેવાથી શુકલાભાવનું સહેજે પ્રત્યક્ષ થાય છે.
સાંરાશઃ અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ઉપલબ્ધિ એ પ્રતિબંધક, અને પ્રતિયેગીની ઉપલબ્ધિને અભાવ (=અનુપલબ્ધિ) એ કારણ છે.
(૩) અંધારામાં અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું, એટલા માટે અભાવના પ્રત્યક્ષમાં “આલોક-સંગ” પણ કારણ માનેલું છે. અંધકારમાં એ કારણ ખૂટતું હોવાથી ત્યાં અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય. કિન્તુ અંધારામાં સ્પાર્શન પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે સ્પર્શનેન્દ્રિયથી ત્યાં અંધકારમાં તપાસી શકાય છે કે “અહીં ઘટ છે કે નહિ?”
યેગ્યાનુપલબ્ધિ અહીં એક મહત્વની વાત સમજવાની છે.કે અભાવ. પ્રત્યક્ષ માટે પ્રતિવેગીની શુદ્ધ અનુપલબ્ધિ કારણ નથી.