________________
૨૫૪
- ન્યાય ભૂમિકા ઉ૦- એમ તે જગતભરના વિષયે વ્યાપક આત્મા સાથે સંબદ્ધ જ છે, છતાં બધાનું એક સાથે પ્રત્યક્ષજ્ઞાન
ડું જ થાય છે? માટે વચમાં ઈન્દ્રિય લાવવી પડે છે. અને તે એગ્ય પણ છે, કેમકે તે તે વિષય જુદી–જુદી ઈયિથી ગ્રાહ્ય હોય છે. દાત. ઘટાદિ “દ્રવ્ય વિષય અને રૂપસંખ્યાદિ “ગુણવિષય એ માત્ર ચક્ષુથી જ ગ્રાહ્ય છે. એટલે જ તે અંધ માણસને આ રૂપીદ્રવ્ય અને રૂપગુણને આમા સાથે સંબંધ હોવા છતાં એનું પ્રત્યક્ષજ્ઞાન નથી થતું; કેમકે એને ચક્ષુરિંદ્રિય જ નથી, એટલે વિષય ચક્ષુ દ્વારા આત્મસંબદ્ધ નથી. એ બતાવે છે કે તે તે વિષય આમ વિભુ આત્મા સાથે સંબદ્ધ જ હેવા માત્રથી બસ નથી, કિન્તુ વિષયે “ઈદ્રિય દ્વારા આત્મા સાથે સંબદ્ધ બનવા જોઈએ. (સંબંધમાં આવવા જોઈએ.)
પ્ર.- તે પછી વિષય-ઇન્દ્રિય અને ઈદ્રિયઆત્માને સંબંધ જ જરૂરી માનો ને? વચમાં મનને લાવવાની શી જરૂર? | ઉ- કેટલીકવાર બાહ્ય રૂપ-ર-સ્પર્શ વગેરે અનેક વિષયો સાથે અનેક ઈદ્રિય સંબદ્ધ હોય છે, છતાં એ બધા વિષયેનું એક સાથે જ્ઞાન નથી થતું. કેમ નથી થતું? તે એના કારણમાં કહેવું પડે કે “મન જે ઈન્દ્રિય સાથે સંયુક્ત હોય તે જ ઇન્દ્રિયના વિષયેનું જ્ઞાન થાય.” એટલા જ માટે મનને ન્યાયદર્શન અણુ માને છે. પાછું એ અણુ મન ચપલ પણ છે, તેથી જે વિષય