________________
પ્રત્યક્ષપ્રમાણ ]
૨૫૫ બદલ હેય તે મન તરત દોડીને એ વિષયની ઈન્દ્રિય સાથે સંબદ્ધ થઈ જાય છે. આમ મન જ્યારે એકજ ઈન્દ્રિય સાથે સંબદ્ધ રહે, ત્યારે બીજી ઈન્દ્રિય સાથે સંબદ્ધ ન હોય; એટલે એના વિષયનું જ્ઞાન ન થાય. દા.ત. આંખ જ્યારે આમ્રરસની સાથે સંબદ્ધ છે એજ વખતે રસના ઈન્દ્રિય પણ આમ્રરસના સ્વાદ સાથે પણ સંબદ્ધ છે, છતાં જ્યારે એ મન ચક્ષુદ્વારા એના રૂપને જુએ છે, ત્યારે મન રસનાઈન્દ્રિય સાથે સંબદ્ધ નથી; માટે રસના સ્વાદનું જ્ઞાન ન થાય....એટલે આ આવ્યું, કે
વિષય ઇન્દ્રિય સાથે સંગમાં આવે, અને ઈનિદ્રયને મન સાથે સંયોગ રહે. અને મન આત્મા સાથે સંયુક્ત રહે, એટલે વિષય એ પરંપરા-સંબંધથી આત્મા સાથે સંબદ્ધ થાય; એટલે ત્યાં આત્મામાં તે વિષયનું પ્રત્યક્ષ શાન થાય છે.
આમાં વિષયને જ્ઞાનમાં કારણ કર્યું તે “વિષય માત્ર પ્રત્યક્ષ જ્ઞાનમાં કારણ છે એ સામાન્ય નિયમથી કહ્યું, પરંતુ વિષય જે ઈન્દ્રિય સાથે સંબદ્ધ થાય તે જ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. માટે પ્રત્યક્ષમાં “ઈન્દ્રિય” અસાધારણ કારણ . યાને કરણ કહેવાય. એટલે જ વ્યાખ્યા કરી કે “ન્દ્રિય૨ા જ્ઞાન પ્રત્યક્ષમ્', ન્દ્રિયાન્ય જ્ઞાન પ્રત્યક્ષ' તેથી હવે એ જોવું પડે કે કયા કયા વિષયને લઈને ઈનિદ્રયને કે કે સંબંધ યાને સનિક થ જરૂરી છે. (સન્નિકર્ષ એટલે ઇન્દ્રિયને વિષય સાથે સંબંધ=સંપર્ક યોગ),
- - - - -