________________
૨૪૮
ન્યાય ભૂમિકા અસાધારણ કહેવાનું કારણ એ છે કે બીજા કાર્યોની જેમ પ્રમારૂપી કાર્ય ઉત્પન્ન થવા માટે એમ તે ઉપાદાન, અદષ્ટ, પ્રાગભાવ.... વગેરે અનેક કારણે જરૂરી છે, પરંતુ તે સાધારણ કારણો છે. જ્યારે પ્રમા રૂપી ખાસ કાર્ય કરવા માટે એ બધા સાધારણ કારણો ઉપરાંત ખાસ કરીને પ્રમાણરૂપી કારણું અત્યંત જરૂરી છે, એ ત્યાં અસાધારણ કારણ ગણાય.
કારણ–પદાર્થ અંગે ખાસ સમજવાનું છે કેકેટલાંક કારણ સધા કાર્યોત્પત્તિને સ્પર્શે છે, અને કેટલાંક કારણ અમુક (મિડિયમ) માધ્યમ દ્વારા કાર્યોત્પત્તિ સુધી પહોંચે છે. આ માધ્યમને કારણને વ્યાપાર (દ્વાર) કહેવાય છે. દા.ત. અહીં પ્રત્યક્ષપ્રમામાં ઈન્દ્રિય અસાધારણ કારણ છે ખરી; પરંતુ ઈન્દ્રિય એમ ને એમ પડી રહીને તરત વિષયની પ્રમા નથી કરાવતી, કિરતુ વિષય સાથે એનું સત્રિક (સમ્પર્ક) થાય પછી જ પ્રમા કરાવે છે, અર્થાત્ પ્રત્યક્ષપ્રમા પ્રત્યે ઈન્દ્રિય એ સન્નિકર્ષના માધ્યમથી અર્થાત્ સન્નિકર્ષ દ્વારા કારણું છે.
આ તે એવું બન્યું કે દા. ત. ઘટ પ્રત્યે દંડ કારણ છે. તે ઘટેલ્પત્તિમાં એવું સીધું કારણ નથી કે માટીના પિંડને દંડ અડાડ્યો કે ઝટ ઘટ ઉત્પન્ન થઈ જાય; કિન્તુ દંડ એ ચકમાં ભૂમિ ઉત્પન્ન કરવા દ્વારા અર્થાત્ ભૂમિના માધ્યમ દ્વારા કારણ છે. એને વ્યાપારવત્ કારણ કહેવાય. અર્થાત્ દંડથી ચક્રમાં ભૂમિ (ચાકડાનું બ્રમણ) ઉત્પન્ન